ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : કલોલના જસવંત પટેલ અપહરણ કેસમાં મોટા ખુલાસા! ખેરાલુ પોલીસે 5 આરોપીને ઝડપ્યા

ખેરાલુ-સુંઢિયા હાઇવે પર આંબાવાડી પાસેનાં જય અંબે સેવા કેમ્પ નજીક કલોલના જસવંત પટેલનું થોડા દિવસ પહેલા અપહરણ થયું હતું.
07:12 PM Sep 12, 2025 IST | Vipul Sen
ખેરાલુ-સુંઢિયા હાઇવે પર આંબાવાડી પાસેનાં જય અંબે સેવા કેમ્પ નજીક કલોલના જસવંત પટેલનું થોડા દિવસ પહેલા અપહરણ થયું હતું.
Gandhinagar_Gujarat_first
  1. Mehsana માં કલોલના જસવંત પટેલ અપહરણ કેસમાં મોટી કાર્યવાહી
  2. અપહરણ કેસમાં ખેરાલુ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
  3. મહેસાણાના ખેરાલુ-સુંઢિયા હાઇવે પર જસવંત પટેલના અપહરણની ઘટના
  4. 'ગાડીમાં આવો તમારું કામ છે' કહી પરિચિતે જ કર્યું હતું અપહરણ
  5. રૂ. 50 લાખની લેતીદેતીમાં અપહરણ કર્યું હોવાનો થયો ઘટસ્ફોટ

Mehsana : ગાંધીનગર જિલ્લાના કલોલના (Kalol) જસવંત પટેલ અપહરણ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. આ અપહરણ કેસમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ પોલીસે (Kheralu Police) ત્વરિત કાર્યવાહી કરીને 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જસવંત પટેલના મિત્રે લીધેલા 50 લાખ રૂપિયા મામલે આરોપીઓએ ખેરાલુ-સુંઢિયા હાઇવે પર જસવંત પટેલનું અપહરણ કર્યું હતું. 'ગાડીમાં આવો તમારું કામ છે' કહી પરિચિતે જ અપહરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Chaitar Vasava : 'લાફાકાંડ' કેસમાં ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા

Mehsana માં કલોલના જસવંત પટેલ અપહરણ કેસમાં 5 ઝડપાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લામાં (Mehsana) ખેરાલુ-સુંઢિયા હાઇવે (Kheralu-Sundhiya Highway) પર આંબાવાડી પાસેનાં જય અંબે સેવા કેમ્પ નજીક કલોલના જસવંત પટેલનું (Jaswant Patel Case) થોડા દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ખેરાલુ પોલીસે કાર્યવાહી કરી 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં હવે મોટા ખુલાસા થયા છે. તપાસ અનુસાર, જસવંત પટેલના પ્રકાશ નામના મિત્રે રૂપિયા 50 લાખ ઉછીના લીધા હતા. જો કે, આ બાબતે પરિચિત વિશ્વજિતસિંહ વાઘેલા નામના શખ્સે જસવંત પટેલ પાસે આવી 'ગાડીમાં આવો તમારું કામ છે' કહી કારમાં ભેસાડ્યા હતા અને પછી ગોંધી રાખી અપહરણ કરીને લઈ ગયા હતા.

આ પણ વાંચો - Junagadh : જુનાગઢમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત, પણ બન્યું એવું કે ચર્ચાઓ શરૂ થઈ!

રૂ. 50 લાખની લેતીદેતીમાં અપહરણ કર્યું હોવાનો થયો ઘટસ્ફોટ

માહિતી અનુસાર, જસવંત પટેલને કારમાં ગોંધી રાખી કલોલ અને ગાંધીનગરના (Gandhinagar) આસપાસના ગામો જેમ કે, ખેરાલુ, વિસનગર, માણસા, નારદીપુર, સરઢવ, કોલાવડા સહિતનાં ગામડાઓ બંધક બનાવી ફેરવ્યા હતા. જો કે, આ દરમિયાન જસવંતભાઈ તેમના એક મિત્રને વોટ્સએપ થકી લાઇવ લોકેશન મોકલી હતી અને ત્યાર બાદ મિત્રે પોલીસને ફોન આ અંગે જાણ કરી હતી. પેથાપુર પોલીસે (Pethapur Police) પણ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને અપહરણનો ભોગ બનનાર જસવંત પટેલને આરોપીઓનાં ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ કેસમાં વિશ્વજીતસિંહ વાઘેલા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં કારમાં જસવંતભાઈ સાથે ઝપાઝપી કરી માર માર્યો હોવાનો પણ આરોપ છે. ફરિયાદનાં આધારે ખેરાલુ પોલીસે (Kheralu Police) 5 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bharuch : દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, ફાયરની વિવિઘ ગાડીઓ ઘટના સ્થળે

Tags :
GandhinagarGandhinagar Crime NewsGUJARAT FIRST NEWSJaswant Patel CaseJay Ambe Seva CampKalolKheralu PoliceKheralu-Sundhiya Highwaykidnapping caseMehsanaPethapur PoliceTop Gujarati News
Next Article