Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana: જમીન NA કરવા માટે રૂ. 9 લાખની લાંચ લેતા રેવન્યુ ક્લાર્ક ઝડપાયો

ACB એ વિશ્વજીત કમલેકરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે તેણે જમીન NA કરવા માટે લાંચ માંગી હતી
mehsana  જમીન na કરવા માટે રૂ  9 લાખની લાંચ લેતા રેવન્યુ ક્લાર્ક ઝડપાયો
Advertisement
  • Mehsana: ACBએ વિશ્વજીત કમલેકરને લાંચ લેતા ઝડપી પાડ્યા
  • ખેતીની જમીનને બિનખેતી (N.A.) કરવા પેટે આ લાંચની માંગણી કરી
  • લાંચિયા કલાર્ક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Mehsana: મહેસાણાના રેવન્યુ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ACB એ વિશ્વજીત કમલેકરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તેણે જમીન NA કરવા માટે લાંચ માંગી હતી. ત્યારે લાંચ પેટે રૂપિયા 9 લાખની લાંચ માંગી હતી.

લાંચિયા કલાર્ક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

મહેસાણા શહેરના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યૂ કલાર્ક (વર્ગ-3) વિશ્વજીત ખેંગારભાઈ કમલેકરને ગુજરાત એસીબીએ રૂપિયા 9 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. જે બાદ આ લાંચિયા કલાર્ક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Ward Inspector Sunil Rana of Ahmedabad Municipal Corporation committed corruption in construction approval

Advertisement

ખેતીની જમીનને બિનખેતી (N.A.) કરવા પેટે આ લાંચની માંગણી કરી

ઉલ્લેખનીય છે કે મહેસાણા શહેરમાં આવેલી કલેકટર કચેરીમાં વર્ગ-3 રેવન્યૂ કલાર્ક વિશ્વજીત કમલેકરે મહેસાણાના જોટાણા તાલુકાના ઈજપુરા (જેઠાજી) ગામની ખેતીની જમીનને બિનખેતી (N.A.) કરવા પેટે આ લાંચની માંગણી કરી હતી. લાંચની રકમની રકઝક બાદ આખરે રૂપિયા 9 લાખ સ્વીકારવાનો વાયદો થયો હતો, જે ક્લાર્કે સ્વીકારતા એ.સી.બી.એ પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભર્યાની તજવીજ હાથ ધરી હતી.

Mehsana: વિશ્વજીત કમલેકરની અટકાયત કરી હાલ એસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો

રેવન્યુ ક્લાર્ક દ્વારા આ ડીલ છેલ્લે 9 લાખમાં ફાઇનલ કરી તે રૂપિયા લેવા અમદાવાદ બોલાવતાં સુભાષબ્રિજ આરટીઓ સર્કલ પાસે આવતા જ એસીબીએ છટકું ગોઠવ્યું હતુ. છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સ્વીકારતા એસીબીએ રંગેહાથે પકડી લીધેલો હતો. પકડાયેલા આરોપી વિશ્વજીત કમલેકરની અટકાયત કરી હાલ એસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો છે. જોકે પ્રાથમિક તપાસમાં આરોપી વિશ્વજીત કમલેકર મહેસાણા ખાતેની કલેક્ટર કચેરીમાં આવેલ જમીન શાખા વિભાગમાં રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Groundnut Oil : મગફળીની મોટા પ્રમાણમાં આવક છતાં સિંગતેલમાં ભાવ વધારો

Tags :
Advertisement

.

×