Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : કડીમાં રખડતા ઢોરે લીધો વધુ એક યુવકનો જીવ, ગ્રામજનોમાં રોષ!

રખડતાં ઢોરોનાં ત્રાસથી ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ મામલ યોગ્ય કાર્યવાહી કરવા માગ ઊઠી છે.
mehsana   કડીમાં રખડતા ઢોરે લીધો વધુ એક યુવકનો જીવ  ગ્રામજનોમાં રોષ
Advertisement
  1. Mehsana ના કડીમાં રખડતા ઢોરે લીધો વધુ એક યુવકનો જીવ
  2. જેતપુરા ગામ પાસે આખલાના હુમલામાં યુવકનું મોત
  3. પોલીફેબ કંપનીનાં કર્મચારી અરવિંદ કુમારનું મૃત્યુ થયું
  4. રાહદારીઓએ આખલાને ભગાડી યુવકને હોસ્પિટલ ખસેડ્યો
  5. હોસ્પિટલનાં ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો

Mehsana : કડીમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેતપુરા ગામ (Jetpura) પાસે એક આખલાએ હુમલો કરતા આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. રાહદારીઓએ આખલાને ભગાડી યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. રખડતાં ઢોરોનાં ત્રાસથી ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ મામલ યોગ્ય કાર્યવાહી કરવા માગ ઊઠી છે.

આ પણ વાંચો - Rajkot : રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી!

Advertisement

Advertisement

Mehsana માં આખલાએ શિંગડે ભેરવી પછાડતા યુવકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના (Mehsana) કડી તાલુકામાં જેતપુરા ગામ પાસે એક આખલાએ યુવક પર હુમલો કર્યો હતો. આખલાએ શિંગડે ભેરવી પછાડતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે, સ્થાનિક લોકોએ જીવના જોખમે આખલાને ભગાડી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ, હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો - Bhavnagar  અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની ખોલીમાંથી પરપ્રાંતિય શ્રમિકની લાશ મળી આવતા ખળભળાટ

પોલીફેબ કંપનીનાં કર્મચારીનું મોત, પરિવારનું હૈયાફાટ રુદન

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ અરવિંદ કુમાર તરીકે થઈ છે. અરવિંદ કુમાર પોલીફેબ કંપની કર્મચારી હતા. આશાસ્પદ યુવકના મોતથી પરિવાર અને ગામમાં ગનગીની છવાઈ છે. જ્યારે બીજી તરફ રખડતાં ઢોરોનાં વધતા આતંક અને તંત્રની ઉદાસિન કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહી કરવા માગ ઊઠી છે.

આ પણ વાંચો - Ahmedabad : નરોડામાં ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે બે મહિલાનું કમકમાટીભર્યું મોત

Tags :
Advertisement

.

×