Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : લિબિયામાં બંધક દંપતીનાં વીડિયો કોલનો Video આવ્યો સામે! સાંસદની વિદેશ પ્રધાનને રજૂઆત

મહેસાણાનાં પરિવારને લિબિયામાં બંધક બનાવવા મામલે પીડિત પતિ-પત્નીનો વીડિયો કોલનો એક વીડિયો વાઇરલ થયો છે. બંધક બનાવનાર શખ્સ ધમકીઓ આપતો હોય તેમ આ વાઇરલ વીડિયોમાં સંભળાય છે. આ મામલો સામે આવતા સાંસદ મયંક નાયકે પણ વિદેશ પ્રધાનને લેખિત રજૂઆત કરી છે. પોર્ટુગલ જવા નીકળેલા પરિવારને લિબિયામાં બંધક બનાવી અપહરણકર્તાઓ દ્વારા 54,000 ડોલરની માગ કરાઈ છે.
mehsana   લિબિયામાં બંધક દંપતીનાં વીડિયો કોલનો video આવ્યો સામે  સાંસદની વિદેશ પ્રધાનને રજૂઆત
Advertisement
  1. Mehsana નાં પરિવારને લિબિયામાં બંધક બનાવવાનો મુદ્દો
  2. પીડિત પતિ-પત્નીનો વીડિયો કોલનો વીડિયો સામે આવ્યો
  3. બંધક બનાવનાર શખ્સ ધમકીઓ આપતો વીડિયો સામે આવ્યો
  4. પરિવાર સાથે વાત કરવા દબાણ કરતો વીડિયો
  5. સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને કરી લેખિત રજૂઆત

Mehsana : મહેસાણાનાં પરિવારને લિબિયામાં (Mehsana Family hostage in Libya) બંધક બનાવવા મામલે મોટા સમાચાર આવ્યા છે. પીડિત પતિ-પત્નીનો વીડિયો કોલનો એક વીડિયો વાઇરલ થયો છે. બંધક બનાવનાર શખ્સ ધમકીઓ આપતો હોય તેમ આ વાઇરલ વીડિયોમાં સંભળાય છે. બંધક બનાવનાર શખ્સ કિસ્મતસિંહને વારંવાર ધમકીઓ આપતો અને પરિવાર સાથે વાત કરવા દબાણ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ મામલો સામે આવતા સાંસદ મયંક નાયકે (MP Mayank Nayak) પણ વિદેશ પ્રધાનને લેખિત રજૂઆત કરી છે. લિબિયામાં (Libya) ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી મદદ કરવા રજૂઆત કરી છે. પોર્ટુગલ જવા નીકળેલા પરિવારને લિબિયામાં બંધક બનાવ્યો છે અને અપહરણકર્તાઓ દ્વારા 54,000 ડોલર માંગવામાં આવ્યા છે.

આ પણ વાંચો - ચૈતર વસાવા બેફામ બોલે તો પણ દર્શનાબેન જવાબ આપતા નથી: Mansukhbhai Vasava

Advertisement

Advertisement

Mehsana નો પરિવાર લિબિયામાં બંધક, વીડિયો કોલનો વીડિયો આવ્યો સામે

મહેસાણા જિલ્લાનાં બાદલપુરા ગામ (Badalpura village) ના કિસ્મતસિંહ ચાવડા, પત્ની હીનાબેન અને 3 વર્ષની માસૂમ દીકરી સાથે એજન્ટો મારફતે દુબઈથી પોર્ટુગલ ( Portugal) જવા નીકળ્યા હતા. પરંતુ, એજન્ટોએ છેતરીને પરિવારને લીબિયા (Libya) મોકલી દીધો અને ત્યાં બંધક બનાવી દીધો છે. અપહરણકર્તા દ્વારા પરિવારની મુક્તિ માટે 54 હજાર ડોલરની માગ કરાઈ રહી છે. નાણાં ત્વરિત ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવા માટે મદદ કરવા સરકાર પાસે રજૂઆત કરાઈ છે. આ વચ્ચે હવે પીડિત પતિ-પત્નીનો વીડિયો કોલનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો -Mehsana: યુરોપના સપના જોતા મહેસાણાનો પરિવાર લિબિયામાં બંધક, ખંડણીની માંગણીથી ખળભળાટ

સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને કરી લેખિત રજૂઆત

માહિતી અનુસાર, પીડિત પતિ-પત્નીનો વીડિયો કોલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંધક બનાવનાર શખ્સ ધમકીઓ આપતો હોય તેમ જણાઈ રહ્યું છે. બંધક બનાવનાર વારંવાર કિસ્મતસિંહને ધમકી આપી રહ્યો છે અને પરિવારનો સંપર્ક કરવા દબાણ કરી રહ્યો છે. બીજી તરફ આ મામલો સામે આવતા સાંસદ મયંક નાયકે પણ વિદેશ મંત્રી એસ. જયશંકરને (S. Jaishankar) લેખિતમાં રજૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી મારફતે સંપર્ક કરી મદદ કરવા માટે અને પીડિત પરિવારની સુરક્ષિત વાપસીની માગ સાથે રજૂઆત કરી છે. પીડિત દંપતીનાં પરિજનો એ પણ મહેસાણા કલેક્ટર કચેરીએ (Mehsana) લેખિત રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - Surat માંથી મોટું જુગારધામ ઝડપાયું, રાંદેર પોલીસના દરોડામાં 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.

×