Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pharma Company Human Trafficking Racket: ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતા હોવાના આક્ષેપથી ખડભડાટ

વિદેશથી બિઝનેસ વિઝા પર લાવી યુવતીઓને ઊંચા પગારે નોકરીની લાલચ આપી રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી Pharma Company Human Trafficking Racket: વર્ક વિઝાના નામે વિદેશથી યુવતીઓને...
pharma company human trafficking racket  ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતા હોવાના આક્ષેપથી ખડભડાટ
Advertisement
  • વિદેશથી બિઝનેસ વિઝા પર લાવી યુવતીઓને ઊંચા પગારે નોકરીની લાલચ આપી
  • રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ
  • અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી

Pharma Company Human Trafficking Racket: વર્ક વિઝાના નામે વિદેશથી યુવતીઓને લાવીને ગુજરાતમાં માનવ તસ્કરી રેકેટ ચલાવાતું હોવાના આરોપ લગાવામાં આવ્યો છે. જેમાં વિદેશથી બિઝનેસ વિઝા પર લાવી યુવતીઓને ઊંચા પગારે નોકરીની લાલચ આપી હ્યૂમન ટ્રાફિકિંગ, શારીરિક શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. વ્હીસલ બ્લોઅર અજરદાર અને તેમના વકીલ ગૃહરાજ્યમંત્રીને રજુઆત માટે પહોંચ્યા છે. જેમાં માનવ તસ્કરીની ફરિયાદની તપાસ NIAને સોંપવા માટેની માગણી કરી છે.

રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ

રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ છે. ત્યારે દેશની ટોચની ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પૈકીની રાજ્યની એક કંપનીમાં વિદેશથી બિઝનેસ વિઝા પર ઊંચા પગારે લાવીને યુવતીઓને હ્યૂમન ટ્રાફિકિંગ અને શારીરિક શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપ વડોદરાના વ્હિસલ બ્લોઅરે કર્યા છે. જેમાં 35 યુવતી સાથે શારીરિક શોષણના બનાવને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દબાવતા હોવાના પુરાવા સાથે NIAને તપાસ સોંપવાની ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડાને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તપાસનો આદેશ અપાયો છે.

Advertisement

અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી

ઉલ્લેખનીય છે કે વડોદરાના વ્હિસલ બ્લોઅરે અગાઉ વડાપ્રધાન, એટર્ની જનરલ, સોલિસિટર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ચીફ સેક્રેટરી, એડવોકેટ જનરલ અને રાજ્યના પોલીસ વડાને ઇ-મેલ કર્યો હતો. અગાઉ ફાર્માકંપનીના વિવાદી માલિક પિતા-પુત્ર, અમદાવાદના એફઆરઆરઓ, દિલ્હીની વિઝા સોલ્યુશન કંપનીના માલિક, ચંડીગઢની જોબ હાયરિંગ કંપની તેમજ ફાર્મા કંપનીના એચઆર પ્રેસિડેન્ટ મળી 6 સહિત અન્ય આરોપીઓ આખા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, અમદાવાદની કંપનીમાં હ્યૂમન ટ્રાફિકિંગ ચાલતું હોવાની જાણકારી આપતી અરજી ફરિયાદીએ આપી છે. જેના કાગળો અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Maharashtra Monsoon: મુંબઈવાસીઓ માટે વરસાદ આફત, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા મેટ્રો અને અન્ય પરિવહન સેવાઓ અટકી

Tags :
Advertisement

.

×