Porbandar : છાયામાં યુવકના આપઘાત કેસમાં હનીટ્રેપનો ખુલાસો થતા નવો વળાંક!
- Porbandar નાં છાયા વિસ્તારના આપઘાત કેસમાં નવો વળાંક
- કમલાબાગ પોલીસની તપાસમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો
- ભાર્ગવ ચામડિયાને મરવા મજબૂર કરનાર મહિલા સહિત બેની ધરપકડ
- મહિલાએ કઢંગી હાલતમાં વીડિયો બનાવી બ્લેકમેઇલ કર્યા હોવાનો ખુલાસો!
Porbandar : પોરબંદરનાં છાયા વિસ્તારમાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાર્ગવ ચામડિયાને (Bhargava Chamdia Case) મરવા મજબૂર કરનાર મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કમલાબાગ પોલીસની (Kamalbagh Police) તપાસમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. આરોપી દયા રાઠોડ નામની મહિલાએ મૃતકને વિસાવદર બોલાવ્યો હતો અને કઢંગી હાલતમાં વીડિયો બનાવી મૃતક પાસે રૂપિયાની માગણી કરી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - ભુજની સંસ્કાર કોલેજ બહાર વિદ્યાર્થીને માર્યા છરીના ઘા : BCA યુવતી અને મિત્ર ઈજાગ્રસ્ત, આરોપી ફરાર
Porbandar નાં ભાર્ગવ ચામડિયા આપઘાત કેસમાં નવો વળાંક
પોરબંદરનાં (Porbandar) છાયા વિસ્તારમાં ભાર્ગવ ચામડિયા નામના યુવકે 8 ઓગસ્ટના રોજ આપઘાત કર્યો હતો. મૃતક ભાર્ગવ ચામડિયા સામે એક મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ ભાર્ગવે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ કેસની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. કમલાબાગ પોલીસની તપાસમાં હનીટ્રેપનો (Honeytrap) મામલો સામે આવ્યો છે. જે બાદ પોલીસે આરોપી દયા રાઠોડ અને ડાયા જાદવની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ અને RJD પર આકરો હુમલો : PM મોદીના માતા પરની ટિપ્પણીને લઈને પ્રહાર
આરોપી મહિલાએ કઢંગી હાલતમાં વીડિયો મૃતકને બ્લેકમેઇલ કર્યો
પોલીસ તપાસ અનુસાર, આરોપી દયા રાઠોડે મૃતક ભાર્ગવને વિસાવદર બોલાવી કઢંગી હાલતમાં વીડિયો બનાવી મૃતક પાસે રૂપિયાની માગણી કરી હતી. આરોપી દયાબેને કવાતરૂં કઢી વીડિયો ઉતારાવી મૃતક ભાર્ગવ ચામડિયા પાસે રૂ.70 લાખ, એક મકાન અને દીકરીનાં નામે FD કરવાની માગ કરી હતી અને ધમકી આપી હતી. જો કે, માંગણી મુજબ મૃતકે રકમ ના આપતા દયાબેને વિસાવદરનાં (Visavadar) પોલીસ સ્ટેશનમાં મૃતક ભાર્ગવ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે, કમલાબાગ પોલીસની તપાસ દરમિયાન હનીટ્રેપનો મામલો સામે આવતા આરોપી દયા રાઠોડ, ડાયાભાઇ જાદવની ધરપકડ કરી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યમાં એક સાથે 118 PSI ની તાત્કાલિક અસરથી બદલી, જુઓ લિસ્ટ