Psycho Killer: હરિયાણાના પાણીપતની સનસનીખેજ ઘટના, પૂનમે લીધા 4 નિર્દોષના જીવ
- Psycho Killer: પોતાનાથી સુંદર હોય એ બાળકને મારી નાંખતી
- 1 ડિસેમ્બરે બાળકીના મોત બાદ ખુલ્યું રહસ્ય
- લગ્ન પ્રસંગમાં નણંદની દિકરીની કરી હતી હત્યા
Psycho Killer: હરિયાણાના પાણીપતમાંથી સનસનીખેજ ઘટના સામે આવી છે. બાળકોની સુંદરતાની ઈર્ષ્યા રાખીને હત્યા કરનારી પૂનમ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. 1 ડિસેમ્બરે પાણીપતના નૌલ્થામાં એક બાળકીનું ડૂબેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાળકીનું ડૂબવાથી નહીં પણ પાણીના ટબમાં ડૂબાડીને મૃત્યુ નીપજાવ્યાનું ખુલ્યું હતું.
હત્યા અન્ય કોઈ નહીં પણ બાળકીની કાકી થતી એવી હત્યારી પૂનમે જ કરી
આ હત્યા અન્ય કોઈ નહીં પણ બાળકીની કાકી થતી એવી હત્યારી પૂનમે જ કરી હતી. 36 કલાકની પૂછપરછમાં જે ખુલાસા થયા એ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ હત્યારી પૂનમે એક નહીં પણ પોતાના જ 3 વર્ષના દિકરા સહિત અત્યાર સુધીમાં 4 બાળકોની હત્યા કરી હતી. 2023માં બોહડ ગામમાં પોતાની નણંદની નાની દીકરીને બાથરૂમમાં લઈ જઈને ડૂબાડી મારી હતી. જોકે, પૂનમને પકડાઈ જવાનો ડર હતો, તેથી શંકા ન જાય તે માટે તેણે પોતાના જ ત્રણ વર્ષના દીકરાને પણ એ જ રીતે પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો અને પછી પાગલોની જેમ રડવાનો ઢોંગ કર્યો હતો.
Psycho Killer: વર્ષ 2025માં તેણે ફરી આ જ પદ્ધતિ અપનાવી
વર્ષ 2025માં તેણે ફરી આ જ પદ્ધતિ અપનાવી અને આ વખતે તેના પિયરમાં રહેતી તેના ભાઈની દીકરી એટલે કે ભત્રીજીને નિશાન બનાવી, જેની સુંદરતા તેના માટે ઈર્ષ્યાનું કારણ બની હતી. આ સીરિયલ કિલરના ભયાનક ઈરાદાઓ 1 ડિસેમ્બર, 2025ના રોજ પાણીપતના નૌલ્થા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન બહાર આવ્યા હતા.
પૂનમે જેઠાણીની 6 વર્ષની દીકરી વિધિને ટબમાં રમવાનું કહીને તેનું માથું પાણીમાં દબાવી દીધું હતુ. જોકે, આ વખતે પૂનમનું નસીબ તેની સાથે નહોતું. જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે ટબ માત્ર એક ફૂટનું હોવા છતાં બાળકીના પગ બહાર હતા અને માથું પાણીમાં હતું.
આ વિસંગતતાને કારણે શંકાની સોય સીધી પૂનમ પર અટકી
આ વિસંગતતાને કારણે શંકાની સોય સીધી પૂનમ પર અટકી. પોલીસે 36 કલાકની પૂછપરછ બાદ પૂનમ પાસેથી આ ચારેય ક્રૂર હત્યાઓના રહસ્યો જાણી લીધા. પૂનમે કબૂલ્યું કે, 'મને દરેક હત્યા બાદ ખુશ થતી હતી, જે મારા માટે એક 'જીત' સમાન હતી.' પાણીપત પોલીસે તેની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે અને અન્ય કોઈ બાળક તેનો ભોગ બન્યું છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: Walking Weight Loss: જાપાની લોકો ફક્ત ચાલવાથી વજન કેવી રીતે ઘટાડે છે? 3 મિનિટની યુક્તિ કામ કરશે