Ahmedabad Seventh day School માં વિદ્યાર્થીની હત્યા મામલે જન આક્રોશ ફાટી નિકળ્યો
- Seventh day School માં વિદ્યાર્થીની હત્યા બાદ મણીનગરમાં જન આક્રોશ ફાટી નિકળ્યો
- સિંધી સમાજના આગેવાનો દુકાનો બંધ કરાવવા નીકળ્યા
- જય શ્રી રામના નારા સાથે ન્યાયની માગ માટે લોકો રસ્તા પર ઉતર્યા
Ahmedabad Seventh day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો ગરમાયો છે. જેમાં વિદ્યાર્થીની હત્યા બાદ મણીનગરમાં જન આક્રોશ ફાટી નિકળ્યો છે. તેમાં સિંધી સમાજના આગેવાનો દુકાનો બંધ કરાવવા નીકળ્યા છે. જેમાં જય શ્રી રામના નારા સાથે ન્યાયની માગ માટે લોકો રસ્તા પર ઉતર્યા છે. તથા મણીનગરની LG હોસ્પિટલ આસપાસની દુકાનો બંધ કરાવી છે.
NSUI ના 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરાઇ
ઉલ્લેખનીય છે કે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો છે. જેમાં NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. સેવન્થ ડે સ્કૂલની બેદરકારીનો NSUIનો આક્ષેપ છે. તથા સેવન્થ ડે સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં વાલીઓએ બબાલ કરી હતી. જેમાં વાલીઓ અને વિવિધ સંગઠનોના રોષ બાદ પોલીસ બંદોબસ્ત છે. સેવન્થ ડે સ્કૂલમાં 2 ACP, 4 PI સહિત પોલીસ કર્મીઓનો બંદોબસ્ત છે. આજે પણ NSUI દ્વારા સ્કૂલમાં વિરોધની જાહેરાત કરી છે. ત્યારે આ મામલે કુણાલ દેસાઈ, એસીપી, I ડિવિઝનના જણાવ્યા પ્રમાણે NSUI ના 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરાઇ છે.
Seventh day School માં પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો
પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. કોઈ અફવામાં ન આવે, પોલીસ સોશ્યલ મીડિયામાં ધ્યાન રાખી રહી છે. અત્યાર સુધી કુલ 2 ફરિયાદ નોંધાઈ છે. એક વિદ્યાર્થીની હત્યા મામલે અને બીજી ફરિયાદ ગઈકાલે તોડફોડ મામલે છે. સ્કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે 12 લાખનું નુકશાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
મારામારી અને તોડફોડ અંગે 400 થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ
મારામારી અને તોડફોડ અંગે 400 થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાઓ બંધ છે. મણીનગર આસપાસની શાળાના સંચાલકોએ સ્વયંભૂ બંધ પાળ્યું છે. તેમજ મણીનગર, ઈસનપુરના બજારો અને દુકાનો પણ બંધ છે. જેમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યું છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી


