Rajasthan dog killing: ક્રૂરતાની હદો પાર, 25થી વધુ શ્વાનોની હત્યા, વીડિયો જોઇને હચમચી જશો
- રાજસ્થાનથી સામે આવી એક કમકમાટી ભરી ઘટના
- એક શખ્સે 25થી વધુ રખડતા શ્વાનને મારી નાંખ્યા
- સમગ્ર ઘટનાનો વીડિયો હાલ થઈ રહ્યો છે વાયરલ
- બંદૂક સાથે શ્વાનને નિશાન બનાવી રહેલો વીડિયો વાયરલ
- પોલીસે યુવક સામે નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
Rajasthan dog killing: રાજસ્થાનના ઝુનઝુનૂ જિલ્લામાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે ક્રૂરતાની તમામ હદો વટાવીને 25થી વધુ રખડતા શ્વાનોને (Rajasthan dog killing) ગોળી મારીને મારી નાખ્યા. આ ઘટના 2 અને 3 ઓગસ્ટના રોજ બની હતી.
આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિ બંદૂક સાથે શ્વાનોને નિશાન બનાવી રહ્યો હતો. આ વીડિયોએ પોલીસને તુરંત કાર્યવાહી કરવા માટે મજબૂર કરી.
આ પણ વાંચો: ગુજરાતના અનેક લોકો Uttarakhand માં ફસાયા, જાણો કયા શહેર કેટલા છે પ્રવાસીઓ
શું બન્યું હતું?
નવલગઢ વિસ્તારના કુમાવાસ ગામમાં આ અત્યંત ઘૃણાસ્પદ ઘટના બની. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક શખ્સ નિર્ભયતાથી શ્વાનો પર ગોળી ચલાવી રહ્યો છે. આ ઘટના બાદ ગામમાં ઠેર-ઠેર લોહીલુહાણ થયેલા શ્વાનોના મૃતદેહો પડ્યા હતા, જે જોઈને સૌ કોઈ હતપ્રભ થઈ ગયા હતા.
પોલીસે નોંધ્યો ગુનો
વીડિયો વાયરલ થયા બાદ 4 ઓગસ્ટના રોજ પોલીસ હરકતમાં આવી. હેડ કોન્સ્ટેબલ શુભકરણને તાત્કાલિક કુમાવાસ ગામ મોકલવામાં આવ્યા અને તપાસ શરૂ થઈ. પોલીસે મુખ્ય આરોપી તરીકે ડુમરા ગામના શ્યોચંદ બાવરિયાની ઓળખ કરી છે અને તેની સામે ગુનો નોંધીને ઝડપી ધરપકડની ખાતરી આપી છે. પોલીસે આ ક્રૂરતા પાછળનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
राजस्थान झुंझुनू जिले के कुमावास गांव की घटना सरेआम कुत्तों को गोली से मार दिया गया पुलिस प्रशासन मौन कानून की धज्जिया उडा दी गई कृपया करके पुलिस तुरंत कार्रवाई करें @RajPoliceHelp @PoliceRajasthan @JhunjhunuPolice @DMJhunjhunu @RajCMO @PetaIndia @SupremeCourtIND pic.twitter.com/7y3wD3IlYz
— NARGIS BANO (@NARGISB75145697) August 3, 2025
પૂર્વ સરપંચનો મોટો ખુલાસો
હમીરી કલાં ગામના પૂર્વ સરપંચ સરોજ ઝાંઝરીયાએ પોલીસ અધિક્ષકને મળીને આ મામલે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, આરોપી શ્યોચંદે છેલ્લા કેટલાક દિવસોમાં 25 શ્વાનોને નિર્દયતાથી મારી નાખ્યા છે.
આ એક સુનોયોજિત કાવતરું
સરોજે આરોપીના એ દાવાને રદિયો આપ્યો કે શ્વાનોએ તેની બકરીઓને મારી નાખી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ શ્વાનોએ કોઈ માણસ કે અન્ય કોઈ પ્રાણીને નુકસાન પહોંચાડ્યું ન હતું. તેમણે આ ઘટનાને એક સુનિયોજિત કાવતરું ગણાવતા કહ્યું કે, પાંચ મહિના પહેલાં પણ આ જ ટોળકીએ ગામમાં આવીને આવી જ હરકતો કરી હતી. તેમનો આરોપ છે કે શ્યોચંદ અને તેના સાથીઓ મૃત બકરીઓના બહાને વળતરની માગણી કરી રહ્યા છે, જે તેમની ખતરનાક મનસા દર્શાવે છે.
ગામલોકો અને પશુ પ્રેમીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે અને તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી નિર્દયતા ફરી ન બને.
આ પણ વાંચો: PM Modi Trump tariffs: PM મોદીનો ટ્રમ્પને જવાબ, 'ખેડૂતોના હિત સર્વોપરી'


