Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Crime : માતા સાથે માથાકૂટ કરતા દીકરાને રોકતા મામાનું ઢીમ ઢાળી દીધું, 4 ની ધરપકડ

ઝઘડામાં બહેનને છોડાવવા વચ્ચે પડેલા ધરમના ભાઈ પર ભાણેજ અને તેની ગર્લફ્રેન્ડ સહિતનાં ચાર શખ્સોએ છરીનાં ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.
rajkot crime   માતા સાથે માથાકૂટ કરતા દીકરાને રોકતા મામાનું ઢીમ ઢાળી દીધું  4 ની ધરપકડ
Advertisement
  1. ધર્મની બહેનનાં ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈનું ભાણેજ સહિત ચારે ઢીમ ઢાળી દીધું (Rajkot Crime)
  2. કોઠારિયા સોલવન્ટની ઘટના, પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી
  3. મિત્ર યુવતીને સાથે ફરવા મુદ્દે માતાએ ઠપકો આપતાં બોલાચાલી થઈ હતી
  4. મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને દબોચ્યા

Rajkot Crime : રાજકોટમાં ખાખીનો ખોફ ઓસરીયો હોય તેમ ક્રાઈમનાં ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રંગીલું રાજકોટ રકતરંજીત બન્યું હોય તેમ ચાર દિવસમાં હત્યાની 4 ઘટના સામે આવી છે. જેમાં કોઠારિયા સોલવન્ટમાં ખૂની ખેલ ખેલાતા ચકચાર મચી ગયો હતો. મહિલાએ પુત્રને મિત્ર યુવતી સાથે ફરવા મુદ્દે ઠપકો આપતાં માતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં બહેનને છોડાવવા વચ્ચે પડેલા ધરમના ભાઈ પર ભાણેજ અને તેની ગર્લફ્રેન્ડ સહિતનાં ચાર શખ્સોએ છરીનાં ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. યુવકના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો. પોલીસે યુવકના હત્યારા ચારેય શખ્સોને ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

બહેના ઘરે જ ભાઈ પર હુમલો, સારવાર દરમિયાન મોત

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ, મૂળ પરડીનાં ભાવેશભાઈ કરૂણાશંકર વ્યાસ (ઉ.વ.38) સાંજના અરસામાં શિતળાધર 25 વરીયામાં પોતાની ધર્મની બહેન વર્ષાબેન દાતીનાં ઘરે હતાં. ત્યારે વર્ષાબેનનાં પુત્ર ધ્રૂવ મુકેશભાઈ દુધરેજિયા, શ્વેત દીપસિંગ ગોહેલ, જેનિશ રજપૂત અને કૌશલ ઊર્ફે બાઠીયો સાધુએ ભાવેશભાઈ પર છરીથી હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતાં. જ્યાં ભાવેશભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીનાં સ્ટાફે આજીડેમ પેલેસને જાણ કરતાં પીઆઈ એ. બી. જાડેજા, પીએસઆઈ જે.જી. રાણા, હારૂનભાઈ ચનીયા, લક્ષ્મણભાઈ મકવાણા સહિતની ટીમે ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. મૃતક ભાવેશભાઈ વ્યાસનાં પત્ની સગુણાબેન વ્યાસે ફરિયાદ (Rajkot Crime) નોંધાવતા હરક્તમાં આવેલી બ્રાંચ અને આજીડેમ પોલીસ મથકની (Ajidem Police Station) ટીમે રાતોરાત ચારેય શખ્સોને સકંજામાં લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો- Surat : કતારગામમાં વધુ એક 'Hit and Run', CCTV ફૂટેજ જોઈ શ્વાસ રૂંધાઇ જશે!

Advertisement

મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી

સગુણાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા દીકરા દર્શન, યશ, પતિ ભાવેશભાઈ સાથે રહું છું. મારા પતિ ભાવેશભાઈ સાથે મેં 8 વર્ષ પહેલ કોર્ટ મેરેજ કર્યા છે. આગાઉ મારા લગ્ન નવયુગપરાના ભરતભાઈ ચૌહાણ સાથે થયા હતાં. તેના થકી જ આ બે દીકરાનો જન્મ થયો હતો. ભરત સાથે મનમેળ ન થતાં છૂટાછેડા લીધા બાદ ભાવેશભાઈ સાથે લગ્ન કર્યા હતાં. ભાવેશભાઈ છુટક ટ્રક ડ્રાઈવિંગ કરતાં હતાં. કોઠારીયા સોલવન્ટ શીતળાધર 25 વારીયામાં રહેતાં વર્ષાબેન દાતીએ મારા પતિ ભાવેશભાઈને ધર્મના ભાઈ બનવ્યા હોઈ, જેથી મારા પતિ વરંવાર તેના ઘરે બેસવા જતા હતા. ગઈકાલે બપોર બાદ જમીને મરા પતિ વર્ષાબેનના ઘરે ગયા હતા.

આ પણ વાંચો- Gandhinagar : કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત, સો. મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી

માતા સાથે ઝઘડો કરતા દીકરાને રોકતા હુમલો કર્યો

બાદમાં સાંજે મને વર્ષબેને ફોન કરી જાણ કરી હતી કે ભાવેશભાઈને મારા ઘર પાસે ઝઘડો થયો છે અને લાગી ગયું છે, જેથી હું મારા દીકરા સાથે વર્ષાબેનના ઘરે જતાં ઓરડીમાં મારા પતિ લોહીલુહાણ પડેલા હતાં. મેં આ બનાવ બાબતે વર્ષાબેનને પૂછતાં વર્ષાબેને કહ્યું કે, હું અને ભાવેશભાઈ મારા ઘરમાં બેઠા હતાં ત્યારે મારો દીકરો ધ્રૂવ તેના મિત્ર જેનિશ ઊર્ફ જેનિયો, શ્વેત ગોહેલ અને કૌશલ બાઠીયો આવ્યા હતાં. મારા દીકરા ધ્રૂવે મારી સાથે ઝઘડો કરવાના ઇરાદે જ એવું પૂછયું હતું કે જયલો રજપૂત કયાં છે? જેથી મેં કહ્યું કે મને એની ખબર નથી, જેથી મારો દીકરો ધ્રૂવ મારી સાથે મથાકૂટ કરવા લાગ્યો હતો. તે ગાળો દેતો હોઈ મારા ધર્મનાં ભાઇ ભાવેશભાઈ તેને સમજાવા વચ્ચે પડતાં હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે (Rajkot Police) હત્યારા શખ્સોને ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અહેવાલ : ગૌતમ ભેડા, રાજકોટ

આ પણ વાંચો- Gambhira Bridge:  ગંભીરા બ્રિજ પરથી આખરે 27 દિવસ બાદ ટેન્કરને બ્લૂન સિસ્ટમથી ઉતારી લેવામાં આવ્યું

Tags :
Advertisement

.

×