Rajkot : રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી!
- Rajkot નાં રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મોટા સમાચાર
- મુખ્ય આરોપી હાર્દિકસિંહ સહિતના આરોપીઓનાં રિમાન્ડ પૂર્ણ થયા
- આરોપી હાર્દિકસિંહને સુરતની લાજપોર જેલમાં ધકેલાયો
- જ્યારે બાકીનાં આરોપીઓને ગોંડલ સબજેલ હવાલે કરાયા
Rajkot : ગોંડલ તાલુકાનાં (Gondal) રીબડામાં બહુચર્ચિત પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. મુખ્ય આરોપી મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના (Hardiksinh Jadeja) સહિત અન્ય આરોપી જેલ હવાલે કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા અને હથિયાર સાચવવાના ગુનામાં ઝડપાયેલ વકીલ રવિ ગમારા, નિશાંત રાવલ સહિતના શખ્સો જેલ હવાલે થયા છે.
આ પણ વાંચો - Ahmedabad : નરોડામાં ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે બે મહિલાનું કમકમાટીભર્યું મોત
મુખ્ય આરોપી હાર્દિકસિંહ સહિતના આરોપીઓનાં રિમાન્ડ પૂર્ણ થયા
રાજકોટનાં (Rajkot) ગોંડલ તાલુકાના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં (Ribda Petrol Pump Firing Case) ઝડપાયેલ મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના (Hardiksinh Jadeja) સહિત અન્ય આરોપી જેલ હવાલે થયા છે. હાર્દિકસિંહ જાડેજા અને હથિયાર સાચવવાના ગુનામાં ઝડપાયેલ વકીલ રવિ ગમારા, નિશાંત રાવલ સહિતના શખ્સોનાં રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે. મુખ્ય આરોપી હાર્દિકસિંહના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. સુરતનાં ગુનામાં સંડોવાયેલ હાર્દિકસિંહને સુરતની લાજપોર જ્યારે બાકીનાં ઈસમોને ગોંડલ સબજેલ હવાલે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Bhavnagar અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની ખોલીમાંથી પરપ્રાંતિય શ્રમિકની લાશ મળી આવતા ખળભળાટ
હાર્દિકસિંહને સુરત લાજપોર જેલ, બાકીનાં આરોપીઓને ગોંડલ સબજેલ હવાલે કરાયા
જણાવી દઈએ કે, ગઈકાલે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીને (Gondal Taluka Police) સાથે રાખી રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પણ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના હથિયાર સાચવવાના ગુનામાં ઝડપાયેલ એડવોકેટ રવિ ગમારાએ હથિયાર સાચવવા આપતા નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલની ધરપકડ કરાઈ હતી. ફાયરિંગ પ્રકરણમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત પોલીસે કુલ 7 શખ્સની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - PM Modi Gujarat Visit : ગાંધીનગરનાં રાજભવનમાં પીએમ મોદીનું રાત્રિ રોકાણ, રાજકીય બેઠકોની પણ શક્યતા


