Rajkot News: શહેરમાં વધુ એક ઈન્ફ્લુએન્સરે આપઘાતનો કર્યો પ્રયાસ, સુસાઇડ નોટ મળી આવી
- Rajkot ઈન્ફ્લુએન્સરે આપઘાત કરતા પહેલા લખી સુસાઇડ નોટ
- લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાના ત્રાસથી પગલું ભર્યાનો કર્યો ઉલ્લેખ
- તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ
Rajkot News: રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જન્નત મીરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઈન્ફ્લુએન્સરે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી છે. તેમાં લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાના ત્રાસથી પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તથા તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ છે. જન્નત મીર અને ઇમ્તિયાઝના વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે.
બંનેની વાતચીતના ઓડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી
બંનેની વાતચીતના ઓડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી. તેમજ ઇમ્તિયાઝ જન્નત મીરના ઘરે જતો હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. તથા તોફાની રાધા આપઘાતમાં અનેક રહસ્યો અંકબંધ હતા. તોફાની રાધા આપઘાત મામલે પણ પોલીસ તપાસ કરે તો નવાઇ નહીં. રાજકોટમાં પાંચ દિવસ અગાઉ પણ એક આવી જ ઘટના બની હતી જેમાં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર યુવતીએ એક યુવાન સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ યુવતીએ યુવકે 3 લાખ રૂપિયા આપ્યા હતા, અને બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થતા તેઓ અલગ થયા હતા.
Rajkot । ફરી એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સરે ભર્યું આ પગલું..!! | Gujarat First
રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જન્નત મીરે કર્યો આપઘાતનો પ્રયાસ
ઈન્ફ્લુએન્સરે આપઘાત કરતા પહેલા લખી સ્યુસાઈડ નોટ
લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાના ત્રાસથી પગલું… pic.twitter.com/V1i4dxFp3M— Gujarat First (@GujaratFirst) August 21, 2025
Rajkot : રૂપિયા યુવતીએ પરત માગતા યુવકે તેને અપમાનિત કરી હતી
રૂપિયા યુવતીએ પરત માગતા યુવકે તેને અપમાનિત કરી હતી અને બબાલ કરી હતી. તે દરમિયાન યુવતીએ યુવાનના માતા-પિતા, પત્ની, ભાઈ સહિતે માર મારી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં યુવાન સામે એટ્રોસિટી એકટ સહિતની કલમો લગાવી ગુનો નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: Gujarat ATS : નકલી લાઇસન્સથી હથિયાર ખરીદવાના મામલે વધુ 7 ની ધરપકડ કરી


