Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot News: રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કરતા ખળભળાટ
rajkot news  રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે થયો ચોંકાવનારો ખુલાસો
Advertisement
  • ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા
  • બંને આરોપીઓને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા
  • હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાની કબૂલાત

Rajkot News: રાજકોટના રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે ખુલાસો થયો છે. જેમાં ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા છે. તેમાં બંને આરોપીઓને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા છે. હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાની કબૂલાત કરવામાં આવી છે. બંને શખ્સોને હાર્દિકસિંહ સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આરોપીઓ બસ અને ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. વોન્ટેડ હાર્દિકસિંહે જુની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું સ્પષ્ટ થયું છે.

જાણો શું છે સમગ્ર મામલો

ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhasinh Jadeja) ના ભત્રીજાના પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો હતો. એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી જનાર બન્ને શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) સામે ફરિયાદમાં શંકા વ્યક્ત કરાઈ હતી. જો કે હાર્દિકસિંહ જાડેજા (Hardiksinh Jadeja) નામના વ્યક્તિ એ ઈન્સ્ટાગ્રામ પર ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભાગીરથસિંહ જાડેજાની માલિકીના રીબડા પેટ્રોલિયમ નામક પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગ બાદ શંકાની સોંય ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે તકાઈ રહી હતી. જો કે સમગ્ર ઘટનામાં હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ એ ઈન્સ્ટાગ્રામ પર ફાયરિંગની જવાબદારી સ્વીકારતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેનાથી જયરાજસિંહ જાડેજા હાલ પૂરતા શંકાના દાયરાની બહાર નીકળી ગયા છે.

Advertisement

પેટ્રોલપંપ પર 2 બુકાનીધારીઓએ બાઈક પર આવીને ફાયરિંગ કર્યું

રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કરવાની ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ તાલુકા પોલીસે બીએનએસની કલમ 109,54 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જયારે એલસીબી, એસઓજી સહીતની ટીમે અલગ અલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: Rainfall Alert: હવે ભારે વરસાદ પડશે, IMD એ ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે ચેતવણી જાહેર કરી

Tags :
Advertisement

.

×