ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં વધુ એકની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 7 આરોપી ઝબ્બે

મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના હથિયાર સાચવવાના ગુનામાં ઝડપાયેલ એડવોકેટ રવિ ગમારાએ હથિયાર સાચવવા આપતા વધુ એકની ધરપકડ કરાઈ છે.
11:42 PM Aug 24, 2025 IST | Vipul Sen
મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના હથિયાર સાચવવાના ગુનામાં ઝડપાયેલ એડવોકેટ રવિ ગમારાએ હથિયાર સાચવવા આપતા વધુ એકની ધરપકડ કરાઈ છે.
Rajkot_Gujarat_first
  1. ગોંડલના રીબડા ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ (Rajkot)
  2. રવિ ગમારાએ હથિયાર નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલને આપ્યું હોવાનો ખુલાસો
  3. પોલીસે નિશાંત રાવલની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કર્યું
  4. ફાયરિંગ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ

Rajkot : ગોંડલ તાલુકાના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં (Ribda Petrol Pump Firing Case) મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પણ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના હથિયાર સાચવવાના ગુનામાં ઝડપાયેલ એડવોકેટ રવિ ગમારાએ હથિયાર સાચવવા આપતા વધુ એકની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો - Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ

રવિ ગમારાએ હથિયાર નિશાંત રાવલને આપ્યું હોવાનો ખુલાસો!

ગોંડલ તાલુકાના (Gondal) રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરવાનાં કેસમાં પોલીસે (Rajkot Police) વધુ એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના (Hardiksinh Jadeja) હથિયાર સાચવવાના ગુનામાં ઝડપાયેલ એડવોકેટ રવિ ગમારાએ હથિયાર સાચવવા આપતા નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલની ધરપકડ કરાઈ છે. ગોંડલ તાલુકા પોલીસે નિશાંત રાવલને સાથે રાખી ઘટનાનાં રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પણ કરી છે. રવિ ગમારાએ હથિયાર નિશાંત રાવલને સાચવવા આપ્યું હોવાનું ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ફાયરિંગ પ્રકરણમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત પોલીસે કુલ 7 શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Gondalના રિબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાયું , આરોપીએ ફાર્મ હાઉસ,ઘર અને પેટ્રોલપંપ પર રેકી કરી હતી

મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા કેરળના કોચીથી ઝડપાયો હતો

જણાવી દઈએ કે, રિબડા અનિરુદ્ધસિંહ જાડેજાના (Aniruddhasinh Jadeja) ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળના કોચી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ SMC પોલીસ દ્વારા સુરત પોલીસને (Surat Police) કબજો સોંપવામાં આવ્યો હતો. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ (Gondal Taluka Police) દ્વારા હાર્દિકસિંહનો સુરત પોલીસ પાસેથી લાજપોર જેલમાંથી કબજો મેળવીને તા. 20 ના રોજ કોર્ટમાં રજૂ કરાયો હતો. તાલુકા પોલિસ દ્વારા આરોપીનાં 10 દિવસનાં રીમાન્ડની માંગ સાથે રજૂ કરતા ગોંડલ કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી હાર્દિક સિંહને લઇને તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ પણ વાંચો - રાજકોટ, ધોરાજી અને દ્વારકામાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો : નદી કાંઠાના ગામોને એલર્ટ

Tags :
Aniruddhasinh JadejaCrime NewsDharmendra RawalGondalGondal Taluka Policegujaratfirst newsHardiksinh JadejaRAJKOTRavi GamaraRibda Petrol Pump Firing CaseSMCSurat PoliceTop Gujarati News
Next Article