Rajkot : લાખો રૂપિયાની મગફળીની ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા, 4 ની ધરપકડ
- રાજકોનાં જેતપુરમાં મગફળી ચોરી મામલે સૌથી મોટા સમાચાર (Rajkot)
- મગફળી ચોરી કરનાર 4 આરોપીઓને પોલીસે ઝડપ્યા
- મિહિર ઊર્ફે મિલો વેકરીયા નામનો શખ્સ ઝડપાયો
- બાજુનાં ગોડાઉનમાં કામ કરતો બિપીન ઊર્ફે લાલો મકવાણા ઝડપાયો
- આરોપી જૈમીન બારૈયા અને સહજ તારપરાની પણ ધરપકડ
Rajkot : રાજકોટ જિલ્લાના જેતપુરમાં મગફળી ચોરી મામલે (Groundnuts Stolen Case) સૌથી મોટા સમાચાર આવ્યા છે. મગફળીની ચોરી કરનારા 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. એક આરોપી ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે અન્ય એક આરોપી બાજુનાં ગોડાઉનમાં કામ કરતો હતો. છેલ્લા 7-8 મહિનાથી આરોપીઓ ચોરી કરતા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો, ગોંડલ કૉર્ટથી મોટો ઝટકો!
વેરહાઉસમાંથી રૂ. 32 લાખની મગફળની ચોરી થઈ હતી
રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુર ખાતે આવેલા વેરહાઉસમાંથી NAFED દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થઈ હતી. ચોરી થયેલી મગફળીની કિંમત રૂ.31 લાખ 65 હજાર જેટલી છે. આ મામલે જાણ થતાં તાલુકા પીઆઇ સહિત પોલીસ કાફલો વેરહાઉસ ખાતે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. ત્યારે હવે લાખો રૂપિયાની મગફળીની ચોરીનાં કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે. ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે કામ કરતો મિહિર ઊર્ફે મિલો વેકરીયા, બાજુનાં ગોડાઉનમાં કામ કરતો બિપીન ઉર્ફે લાલો મકવાણા, ગોડાઉનનો પૂર્વ સિક્યુરિટી ગાર્ડ જૈમીન બારૈયા અને અન્ય એક આરોપી સહજ તારપરાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Gujarat ATS : મોટો ખુલાસો! મહિલા આતંકી શમા પરવીને પાક. આર્મી ચીફ મુનીરને સંબોધી કરી હતી પોસ્ટ!
આરોપી સહજ તારપરા અને જૈમિન બારૈયા મુખ્ય સુત્રધાર
પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસે આરોપી મિહિર અને બિપીનને પહેલા રાઉન્ડઅપ કર્યા હતા. આ ચોરીનાં ગુનામાં સહજ તારપરા અને જૈમિન બારૈયા મુખ્ય સુત્રધાર છે. છેલ્લા સાત-આઠ મહિનાથી બન્ને શખ્સ ચોરી કરતા હતા. આરોપીઓ ગોડાઉનમાંથી ચોરી કરીને અન્ય બોરીઓમાં મગફળી ભરતા હતા. આરોપીઓ ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવે બારોબાર મગફળી વેચી દેતા હતા. ચોરી કરેલી મગફળી (Groundnuts Stolen Case) કોણે વેંચતા હતા ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મગફળી ચોરી અને વેચવાનાં કૌભાંડમાં અનેક મોટા માથાઓનાં નામ ખુલે તેવી વકી છે.
આ પણ વાંચો-Jetpur: મગફળી થઇ ગઇ ફુરર, ચોરી થઇ કે સગેવગે કરાઇ!


