Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkumar Jat Case : રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ

મૃતક પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના પિતા દ્વારા CBI તપાસની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.
rajkumar jat case   રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ
Advertisement
  1. રાજકોટના ગોંડલનાં બહુચર્ચિત રાજકુમાર જાટ મૃત્યુ કેસ (Rajkumar Jat Case)
  2. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો
  3. સાથે જ સમગ્ર કેસમાં CCTV રિઝર્વ કરવા પણ નિર્દેશ અપાયા
  4. મૃતક રાજકુમાર જાટના પિતાએ CBI તપાસની માંગ HC માં અરજી કરી

Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાના ગોંડલનાં બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આ કેસમાં મહત્ત્વનો હુકમ કર્યો છે. કોર્ટે કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સાથે જ સમગ્ર કેસમાં CCTV રિઝર્વ કરવાનાં પણ નિર્દેશ આપ્યા છે. મૃતક પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના પિતા દ્વારા CBI તપાસની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 14 જુલાઈનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Gujarat High Court : મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ અંગે HC નું મહત્ત્વનું અવલોકન

Advertisement

હાઈકોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા, CCTV રિઝર્વ રાખવા હુકમ કર્યો

ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત (Rajkumar Jat Case) મામલે પીડિતા પરિવાર હાલ પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે. મૃતક રાજકુમારના પિતાએ આ કેસમાં CBI તપાસ થાય તે માટે અગાઉ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સાથે જ પોલીસ પૂર્વ MLA અને તેના પુત્રને બચાવતી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કર્યો હતો. આ કેસમાં આજે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનાં આદેશ આપ્યા છે. કોર્ટે (Gujarat High Court) કેસનાં પ્રોગ્રેસ રિપોર્ટને રજૂ કરવા પોલીસને હુકમ કર્યો છે. સાથે જ સમગ્ર કેસમાં CCTV રિઝર્વ કરવા પણ નિર્દેશ આપ્યા છે. માહિતી અનુસાર, મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા અગાઉ હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે સમગ્ર ઘટનાનાં સંપૂર્ણ CCTV ફૂટેજ જાહેર કરવાની માગ પણ કરાઇ હતી છતાં જાહેર કરાયા નથી. અરજીમાં તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો!

જાણો શું હતો મામલો ?

ગોંડલના (Gondal) ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી. ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલનાં લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.

આ પણ વાંચો - Gujarat Police ના ઇતિહાસમાં સૌથી ચકચારી વિવાદમાં PSI સસ્પેન્શનથી કેમ બચી ગયા ?

Tags :
Advertisement

.

×