Sabarkantha : ખોટા દસ્તાવેજ રજૂ કરી વર્ષોથી સરકારી નોકરી કરતા 3 ઝડપાયા, નોંધાઈ ફરિયાદ
- વિજયનગરમાં ખોટા દસ્તાવેજને આધારે સરકારી નોકરી મેળવવાનું કૌભાંડ (Sabarkantha)
- મામલતદારે 3 વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
- CRPF, રેલવે પોલીસ અને ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા શખ્સ
Sabarkantha : વિજયનગર તાલુકાનાં (Vijaynagar) નેલાઉ ગામનાં 3 શખ્સે 22 વર્ષ અગાઉ અનુસૂચિત આદિજાતિ પછાત વર્ગનાં ખોટા પ્રમાણપત્ર અને દસ્તાવેજોને આધારે CRPF, વેસ્ટર્ન રેલવે અને લોકરક્ષક દળમાં (Lok Rakshak Dal) નોકરી મેળવી હોવાનાં કૌભાંડનો પદાર્ફાશ થયા બાદ ગત શનિવારે વિજયનગરનાં મામલતદારે ત્રણેય વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં (Vijaynagar Police Station) ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો -Chhotaudepur : 35 કરોડમાં તૈયાર થશે ભારજ નદીનો પુલ, સાંસદ જશુભાઈ રાઠવાએ કર્યું ખાતમુહૂર્ત
ખોટું જાતિ પ્રમાણ પત્ર મેળવી નોકરી મેળવી હતી
આ અંગે વિજયનગરના મામલતદાર આર.કે. પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2003 માં વિજયનગર (Vijaynagar) તાલુકાનાં નેલાઉ ગામના સોલંકી નરસિંહ ગુલાબસિંહ, સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ એ પોતે અનુસૂચિત આદિજાતિ પછાત વર્ગનાં ન હોવાનું જાણતા હોવા છતાં આ ત્રણેય જણાએ ખોટુ જાતિ પ્રમાણપત્ર મેળવ્યું હતું. ત્યારબાદ તેના આધારે નરસિંહ સોલંકીએ વેસ્ટર્ન રેલવે અમદાવાદ ખાતે કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવી હતી. તે જ પ્રમાણે હિંમતસિંહ સોલંકીએ ગાંધીનગર (Gandhinagar) સ્થિત સીઆરપીએફમાં અને સુમિત્રાબેન સોલંકીએ અમદાવાદમાં (Ahmedabad) લોકરક્ષક દળમાં નોકરી મેળવવા માટે ખોટા પ્રમાણપત્રોને સાચા તરીકે રજૂ કરી સરકારી નોકરી મેળવી હતી.
આ પણ વાંચો -Gandhinagar : રાજ્ય સરકારના સચિવોના અતિથીના ભોજન ખર્ચમાં 150 ટકાનો વધારો
CRPF, રેલવે પોલીસ અને ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા શખ્સ
બીજી તરફ આ ત્રણેય જણાએ ગત તા. 15-9-2003 થી 4-7-2012 ના સમયગાળામાં વિજયનગર મામલતદાર કચેરીમાં ખોટી માહિતી રજૂં કરી હતી. પરંતુ, તપાસ દરમિયાન તેમણે સરકારી નોકરી મેળવવા માટે ખોટું જાતિ પ્રમાણપત્ર રજૂં કરી હોવાની માહિતી ગત શનિવારે બહાર આવતાં હોદ્દાની રૂએ વિજયનગરના મામલતદાર (Sabarkantha) આર.કે. પરમારે ત્રણેય વિરુદ્ધ ગુજરાત અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, અનુસુચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગનું ખોટુ પ્રમાણપત્ર હોવાનું ફલીત થતાં અધિનીયમ 2018 ની કલમ 12(1),(ક),(ખ) મુજબ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટથી રાહત, હંગામી જમીન અરજી મંજૂર


