Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ! રૂ.3.42 કરોડથી વધુનાં કૌભાંડની આશંકા

સાબરકાંઠા પોલીસ દ્વારા આ પોન્ઝી સ્કીમનાં ત્રણેય સંચાલકને ઝડપી લેવા માટે SIT ની રચના કરવાનાં ચક્રો પણ ગતિમાન થયા છે.
sabarkantha   bz જેવી વધુ એક પોન્ઝી સ્કીમ  રૂ 3 42 કરોડથી વધુનાં કૌભાંડની આશંકા
Advertisement
  1. Sabarkantha માં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ
  2. હિંમતનગર પોલીસે સહકારી જીન રોડ પરની બે ઓફિસ સીલ કરી
  3. હિંમતનગરમાં AR કન્સલ્ટન્સી દ્વારા પોન્ઝી સ્કીમ ચલાવાઈ
  4. આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી
  5. હિંમતનગર Dy.SP એ તપાસને લઈને કર્યા મહત્ત્વના ખુલાસા
  6. ફરિયાદ કરનારનો ભાઈ પણ AR પોન્ઝી સ્કીમમાં ભાગીદાર હોવાની આશંકા

Sabarkantha : જિલ્લામાં વિવિધ પોન્ઝી સ્કીમોની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર BZ ગ્રૂપનાં કૌભાંડ (BZ Group Scam) બાદ વધુ એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી હિંમતનગરનાં સહકારીજીન રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાં AR કેપિટલના નામથી બે બોગસ ઓફિસ ખોલીને મળતિયાઓ મારફતે રોકાણકારોને માસિક 10 ટકાથી વધુ વ્યાજની લાલચ આપીને પોન્ઝી સ્કીમોમાં રોકાણ કરાવી કોઈપણ જાતનાં લેખિત કરાર ન કરી ત્રણ કૌભાંડીએ છેલ્લા ત્રણ વર્ષમાં 10 થી વધુ લોકો તથા અન્ય પાસેથી અંદાજે રૂ.3.42 કરોડથી વધુ લીધા બાદ મૂડી તથા વ્યાજ પરત ન કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Himmatnagar A Division Police Station) ફરિયાદ થતા તપાસ હાથ ધરાઈ છે. સાબરકાંઠા પોલીસ દ્વારા આ પોન્ઝી સ્કીમનાં ત્રણેય સંચાલકને ઝડપી લેવા માટે SIT ની રચના કરવાનાં ચક્રો પણ ગતિમાન થયા છે. જ્યારે ફરિયાદ કરનારનો ભાઈ પણ AR પોન્ઝી સ્કીમમાં ભાગીદાર હોવાની આશંકા છે.

Sabarkantha માં AR કન્સલ્ટન્સી-AR કેપિટલના નામે ઓફિસો ખોલી

આ અંગે હિંમતનગરનાં (Himmatnagar) મહેતાપુરા વિસ્તારમાં આવેલ ધાણધામાં રહેતા પુષ્પરાજસિંહ ભરતસિંહ પ૨મારે નોંધાવેલી ફરિયાદમાં થયેલા આરોપ મુજબ, પુષ્પરાજસિંહ વર્ષ 2018-19 માં ગ્રોમોર કોલેજમાં ભણતા હતા. ત્યારે અજયસિંહ મકવાણા કોલેજમાં પ્રોફેસર હતા ત્યારે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ તેમના સંપર્કમાં આવ્યા પછી BZ સાથે જોડાયેલા હોવાને નાતે તલોદ તાલુકાની રણાસણ ઓફિસમાં સાથે બેસતા હતા, જેથી પરિચય વધ્યો હતો. પુષ્પરાજસિંહના ભાઈ રાજવીરસિંહ પણ BZ માં નોકરી કરતા હતા તે દરમિયાન અજયસિંહ રાજુસિંહ મકવાણાની ઓળખ થઈ હતી અને વર્ષ 2022 માં અજયસિંહએ બી.ઝેડમાંથી નોકરી છોડી AR કન્સલ્ટન્સી (A.R Consultancy) તથા AR કેપિટલના (AR Capital) નામે પોન્ઝી સ્કીમ ચલાવવા માટે અલગથી ઓફિસ શરૂ કરી હતી.

Advertisement

રોકાણકારોને બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું!

વર્ષ 2022 ના ઓગસ્ટથી ડિસેમ્બર 2024 ના સમયગાળા દરમિયાન બેરણા રોડ ૫૨ આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અજયસિંહ મકવાણા, રજુસિંહ મકવાણા અને વનરાજસિંહ મકવાણાએ ભેગા મળીને AR કન્સલ્ટન્સી તથા AR કેપિટલના નામે હિંમતનગરનાં સહકારીજીન રોડ પર આવેલ પ્રથમ સ્કેવરમાં આલિશાન ઓફિસ શરૂ કરી હતી. તે સમયગાળા દરમિયાન એ.આર કન્સલ્ટન્સીના(A.R Consultancy) ઉદ્ઘાટનમાં પુષ્પરાજસિંહ તથા તેમના ભાઈ રાજવીરસિંહ અને તેમના મિત્ર તથા મહાદેવપુરા ગામનાં ભૂપેન્દ્રસિંહ અમરસિંહ ચૌહાણ, કેવનનાં સુરજસિંહ વિક્રમસિંહ રાઠોડ સહિત અન્ય પરિચિતોને બોલાવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત લોકોને એવું કહેવાયું હતું કે રોકાણકારોનાં નાણાં બિટકોઈનમાં રોકવામાં આવશે અને યુ.એસ.ડી.ટીમાં બાયસેલ કરીએ છીએ તેમ કહી રોકાણ કરનારને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લોભામણી લાલચો આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

વ્યાજ કે મૂડી ન આપતા ભાંડો ફૂટ્યો, પોલીસે તપાસ હાથ ધરી

આ પોન્ઝી સ્કીમોમાં રોકાણકારોને આકર્ષવા માટે સોશ્યલ મીડિયા તથા અન્ય માધ્યમો થકી પ્રસાર-પ્રચાર કરવામાં આવતો હતો, જેના લીધે વર્ષ 2022 થી 2024 ના સમયગાળા દરમિયાન કેટલાક લોકોને લોભામણી લાલચો (Ponzi Schemes) આપી અંદાજે રૂ.3.42 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ લાલચ મુજબ મૂડી કે વ્યાજ પરત ન અપાતા આ બંને પોન્ઝી સ્કીમોનો ભાંડો ફૂટી ગયો હતો. જે આધારે પુષ્પરાજસિંહ ભરતસિંહએ દશેરાનાં દિવસે ત્રણેય વિરુદ્ધ હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ એક કૌભાંડમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

કોણે કેટલી ડિપોઝીટ મૂકી ?

DYSP શું કહે છે ?

AR કન્સલ્ટન્સી અને AR કેપિટલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ બાદ પોલીસે કૌભાંડીઓને શોધી કાઢવા માટે 3 થી વધુ ટીમ બનાવીને સઘન તપાસ હાથ ધરી છે. આરોપીનાં ઘરની પણ તપાસ કરવામાં આવી હતી.પરંતુ, તેઓ મળ્યા નહોતા. હવે, તેમને શોધી કાઢ્યા બાદ અન્ય કેટલા રોકાણકારો પાસેથી ડિપોઝિટ મેળવી હતી. તેની પૃચ્છા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ DYSP એ.કે.પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

Tags :
Advertisement

.

×