Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : SP કચેરીમાં અસામાજિક તત્વોને જિ. પોલીસવડાએ કહ્યું- સુધરી જજો નહિંતર..!

50 થી વધુ લુખ્ખા તત્વોનાં ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને તેમને શુક્રવારે પોલીસવડા કચેરીમાં હાજર કરાયા હતા.
sabarkantha   sp કચેરીમાં અસામાજિક તત્વોને જિ  પોલીસવડાએ કહ્યું  સુધરી જજો નહિંતર
Advertisement
  1. રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહીનાં પડઘા સાબરકાંઠામાં પણ જોવા મળ્યા (Sabarkantha)
  2. જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા 73 આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા
  3. પોલીસ દ્વારા 73 અસમાજિક તત્વોનાં બોન્ડ લેવામાં આવ્યા
  4. એસપી કચેરીમાં લવાયેલ તત્વોને 'સખણા રહેજો' કહી જિલ્લા પોલીસવડાએ સુધરી જવા ટકોર કરી

Sabarkantha : ગૃહ રાજયમંત્રી તથા રાજયનાં પોલીસવડાની સૂચનાથી સાબરકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવા માટે તમામ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાયા બાદ અંદાજે 150 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. જયારે, 50 થી વધુ લુખ્ખા તત્વોનાં ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને તેમને શુક્રવારે પોલીસવડા કચેરીમાં હાજર કરાયા હતા, જયાં પોલીસવડા એ તેમને ઈશારામાં 'સખણા રહેજો' અને સુધરી જવા ટકોર કરી હતી.

150 ની યાદીમાં બુટલેગરો, જુગારીઓ, શરીર સબંધી ગુના સહિતનાં ગુનેગારો સામેલ

શુક્રવારે હિંમતનગર (Himmatnagar) સ્થિત પોલીસવડા કચેરીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ બાદ સાબરકાંઠાનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી અસામાજિક તત્વોની યાદી મંગાવી અને ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને અલગ તાળવવામાં આવ્યા છે. 150 ની આ યાદીમાં બુટલેગરો, જુગારીઓ, શરીર સબંધી ગુના તથા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોને શોધી કાઢવામાં આવશે. ત્યારબાદ તે તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

Advertisement

50 થી વધુ લોકોને પોલીસવડા કચેરીમાં હાજર કરાયા

સમગ્ર કામગીરીમાં LCB નાં પીઆઈ કરંગિયા અને તેમની ટીમે એકત્ર કરેલી માહિતીનાં આધારે અધિકારીઓની બેઠકમાં બાદ નામો અલગથી તારવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજું પણ પોલીસ તંત્ર નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવાનું વિચારી રહી છે. છેલ્લા 3 દિવસમાં પોલીસે કેટલાક વાહનચાલકો તથા અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે અટકાયતી પગલાં પણ લઈ લીધા છે, જેના ભાગરૂપે શુક્રવારે 50 થી વધુ લોકોને પોલીસવડા કચેરીમાં હાજર કરાયા હતા, જયાં તેમના બોન્ડ પણ લઈ લેવામાં આવ્યા છે, જેથી તેઓ ગમે ત્યારે ગમે ત્યાં કોઈપણ પ્રવૃત્તિ કરતા હશે તો પોલીસ તંત્ર (Sabarkantha Police) તેનાથી અજાણ નહીં હોય.

આ પણ વાંચો - Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

બોન્ડ લઈ શકમંદોની વિગતો પોલીસે મેળવી

અટકાયતી પગલાં લેવાયા બાદ પોલીસવડા કચેરીમાં જે હાજર હતા તેમણે પોલીસવડાએ કહ્યું હતું કે, તમારા બોન્ડ લેવાયા છે. જે 6 મહિના સુધી અમલી બનશે. આ સમયગાળા દરમિયાન તમે કયાં છો ? શું કરો છો ? તે જાણવા માટે પોલીસ તંત્ર પાસે લોકેશન મેળવા માટે મોબાઈલ નંબર સાથેની વિગતો છે, જેથી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ કરતા અગાઉ વિચાર જો નહીં તો જરૂર પડે જેલની સજા પણ ભોગવવાનો વખત આવશે.

આ ગુનોમાં સંડોવાલેયા સામે કાર્યવાહી

સાબરકાંઠા પોલીસે જિલ્લાનાં (Sabarkantha Police) તમામ પોલીસ સ્ટેશનોની હદમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોની યાદી તૈયાર કરી છે ત્યારે તેમાં, 73 બુટલેગર, 07 જુગારી, 45 શરીર સબંધિત ગુનાઓ, 17 મિલકત સબંધિત ગુનામાં સંડોવાયેલા સામે કાર્યવાહી થશે. ઉપરાંત, પાસાની 17, હદપારીની 15 દરખાસ્ત તૈયાર, ગુજસીટોક એકટ હેઠળ 01 કેસ, GP એકટનાં 15 સહિત અન્ય કેસમાં કાર્યવાહી થશે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Tags :
Advertisement

.

×