Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : વિરપુરમાં અગાઉનાં ઝઘડાની અદાવત રાખી મહિલા પર હુમલો, 3 સામે ફરિયાદ

મહિલાને ત્રણ જણાએ આવી ગાળો બોલી લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ
sabarkantha   વિરપુરમાં અગાઉનાં ઝઘડાની અદાવત રાખી મહિલા પર હુમલો  3 સામે ફરિયાદ
Advertisement
  1. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બે પરિવાર વચ્ચે મારમારી (Sabarkantha)
  2. રસ્તા પર ગાય બાંધેલી હોવાથી બાઇક પર જતી મહિલા પડી હતી
  3. આ મામલે ગાય માલિકની પત્નીને ઠપકો આપતા ઝઘડો થયો હતો
  4. ઝઘડાની અદાવત રાખીને 3 લોકોએ મહિલા હુમલો કર્યો હોવાનો આરોપ

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની (Himmatnagar Rural Police Station) હદમાં આવેલ વિરપુર ગામે બે દિવસ અગાઉ એક મહિલા બાઈક પરથી પડી જવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડાની અદાવત રાખીને ત્રણ જણાએ આવી ગાળો બોલી લાકડીથી હુમલો કરી મહિલાને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનાં આક્ષેપ સાથેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -Surat : કીમ નદી બે કાંઠે, 20 ફૂટ ઊંચો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ

Advertisement

રસ્તા પર ગાય બાંધેલી હોવાથી બાઇક પર જતી મહિલા પડી હતી

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, વિરપુર ગામનાં (Virpur Village) રણજિતસિંહ અમરસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 23 જુલાઈનાં રોજ સાંજનાં સુમારે તેઓ તથા કૃષ્ણાબા બાઈક પર ખેતરમાંથી ઘાસચારો લઈ ઘરે જતા હતા. ત્યારે દિલીપસિંહ અર્જુનસિંહ રાઠોડની ગાય રસ્તા પર બાંધેલી હોવાને કારણે કૃષ્ણાબા બાઈક પરથી પડી ગયા હતા, જેથી તેમણે આ બાબતે દિલીપસિંહ રાઠોડનાં પત્ની અલ્પાબેનને ઠપકો કરતાં ઝઘડો થયો હતો.

Advertisement

આ પણ વાંચો -Gujarat Weather : આગામી દિવસોમાં ફરી ધબધબાટી બોલાવશે વરસાદ! જાણો આગાહી

મહિલા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ

ત્યારબાદ કરણસિંહ અર્જુનસિંહ રાઠોડ, સુરેશસિંહ અર્જુનસિંહ રાઠોડ અને દિલીપસિંહ રાઠોડ ગેરકાયદે મંડળી રચી એકસંપ થઈ આવી રણજિતસિંહના ઘરે જઈ કૃષ્ણાબાને કહ્યું હતું કે, તમે કેમ અમારી ગાયો રોડ પરથી છોડવાનું કહો છો, ગાયો તો રોડ પાસે જ બાંધીશ. તેમ કહી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ ત્રણેય જણાએ રણજિતસિંહ અને કૃષ્ણાબા પર લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે રણજિતસિંહ એ ગુરૂવારે ત્રણેય સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે (Sabarkantha Police) કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Jamnagar : નિવૃત્ત શિક્ષકોને બદલે TET-TAT પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો : દિગ્વિજયસિંહ

Tags :
Advertisement

.

×