Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sankheda : ઘરવેરો ભરવા માટે મહિલાને બોલાવી સરપંચના પતિએ દુષ્કર્મ આચર્યું

મહિલા સરપંચના પતિએ આવાસ મંજુર કરાવી આપવાના બદાલમાં સબંધો રાખવાની વાત કરી
sankheda   ઘરવેરો ભરવા માટે મહિલાને બોલાવી સરપંચના પતિએ દુષ્કર્મ આચર્યું
Advertisement
  • મહિલા સરપંચના પતિએ તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો
  • મહિલાએ સરપંચના પતિ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • પોલીસે આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે

Sankheda તાલુકામાં એક ગામે આવાસ યોજના બાબતે અને ઘરવેરો ભરવા માટે મહિલાને ફોન કરીને ઘરે બોલાવી હતી. અને મહિલા સરપંચના પતિએ આવાસ મંજુર કરાવી આપવાના બદાલમાં સબંધો રાખવાની વાત કરી છેડછાડ કરી હતી. મહિલાએ તેનો ઇન્કાર કરતાં મહિલા સરપંચના પતિએ તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત મહિલાએ સરપંચના પતિ વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

મહિલા જરૂરી કાગળો લઈ અને મહિલા સરપંચના પતિના ઘરે ગઈ

સંખેડા તાલુકાના એક ગામે આવાસ યોજના બાબતે તથા ઘરવેરો ભરવા માટે એક મહિલાને ફોન કરી પોતાના ઘરે બોલાવતા મહિલા જરૂરી કાગળો લઈ અને મહિલા સરપંચના પતિના ઘરે ગઈ હતી. સરપંચના પતિએ મહિલાને કહ્યું હતું કે તારો ઘરવેરો પણ ભરી દઈશ અને તમારા માટે આવાસ મંજૂર કરાવી આપીશ. તેના બદલામાં તમારે મારી સાથે સંબંધો રાખવા પડશે તેમ કહી મહિલાને બાથ ભરી શરીરે અડપલા કરી અને મહિલા પાસે બદકામની માંગણી કરતા મહિલાએ ઇન્કાર કરતા સરપંચના પતિએ તેની સાથે બળજબરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

Advertisement

તારા ઘરના માણસોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી

મહિલાને કહ્યું હતું કે,"તું ઘરે જતી રહેજો અને આ વાત કોઈને કહીશ તો તને અને તારા ઘરના માણસોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાબતે ભોગ બનનાર મહિલાએ તેમના ગામના સરપંચના પતિ વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સંખેડા પોલીસે આ બાબતે ગુન્હો નોંધી સરપંચ પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે.

Advertisement

અહેવાલ: તોફિક શેખ, છોટાઉદેપુર

Tags :
Advertisement

.

×