Seventh Day School : વિદ્યાર્થીની હત્યા સમયના ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે!
- અમદાવાદની Seventh Day School નાં વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાનો મામલો
- પ્રથમવાર સામે આવ્યા મૃતક નયનનાં CCTV ફૂટેજ
- 12.53 કલાકે ઇજાગ્રસ્ત નયન રોડ પરથી શાળામાં પ્રવેશતો જોવા મળે છે
- હુમલો થયા બાદ નયન છાતી પર હાથ રાખીને શાળા પરિસરમાં આવ્યો હતો
Ahmedabad : અમદાવાદ મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) વિદ્યાર્થીની હત્યાનાં બનાવ બાદ હિંદુ સંગઠનો અને વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ મામલાની ગંભીરતા સમજીને શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. સેવન્થ ડેનાં વિદ્યાર્થી નયન સંતાણીની (Nayan Santani) હત્યા મામલે પ્રથમવાર CCTV ફૂટેજ સામે આવ્યા છે.
આ પણ વાંચો - Ambaji : શક્તિપીઠ અંબાજી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી
Seventh Day School માં ધો. 10 માં ભણતા નયન સંતાણીની હત્યા થઈ હતી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) ધો. 10 માં અભ્યાસ કરતા 15 વર્ષીય નયન સંતાણી નાની બાબતમાં અન્ય વિદ્યાર્થી દ્વારા છરી વડે હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી હતી. આ ઘટના બાદ હિંદુ સંગઠનો અને વાલીઓમાં બારે આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો અને હત્યારા વિદ્યાર્થીને સજા કરવા અને શાળા સામે પગલાં લેવા માગ ઊઠી હતી. મામલાની ગંભીરતા સમજીને શિક્ષણ વિભાગ અને AMC નાં એસ્ટેટ વિભાગ દ્વારા તપાસનાં આદેશ કરાયા હતા. જો કે, હવે આ મામલે મહત્ત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો - Ambaji : શક્તિપીઠ અંબાજી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી
નયન સંતાણીની હત્યા મામલે પ્રથમવાર CCTV ફૂટેજ આવ્યા સામે
સેવન્થ ડેનાં વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા મામલે પ્રથમવાર CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હુમલામાં ઇજાગ્રસ્ત થયા બાદ 12.53 કલાકે મૃતક નયન રોડ પરથી શાળામાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે. હુમલો થયા બાદ નયન છાતી પર હાથ રાખીને શાળા પરિસરમાં આવ્યો હતો. નયન સંતાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શાળામાં હત્યાની ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને આરોપીને 15 દિવસમાં ફાંસીની સજા આપવા માગ ઊઠી હતી. જો કે, હવે CCTV ફૂટેજ સામે આવતા પોલીસે તેનાં આધારે પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો! શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા


