Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રાધિકા જે મિત્રો સાથે ગોવા ગઇ હતી તેમની પણ પૂછપરછ થશે

રાજકોટમાં રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ તેજ થઇ
rajkot   રાધિકા જે મિત્રો સાથે ગોવા ગઇ હતી તેમની પણ પૂછપરછ થશે
Advertisement
  • રાજકોટમાં રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ તેજ
  • પોલીસે રાધિકા ધામેચાના પિતાની કરી પૂછપરછ
  • પૂછપરછમાં રાધિકાના પિતાએ આપી કેટલીક માહિતી

 Rajkot : રાધિકા ધામેચાના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં રાજકોટમાં રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ તેજ થઇ છે. તેમાં પોલીસે રાધિકા ધામેચાના પિતાની પૂછપરછ કરી છે. પૂછપરછમાં રાધિકાના પિતાએ કેટલીક માહિતી આપી છે. થોડા દિવસો પહેલા મિત્રો સાથે રાધિકા ગોવા ફરવા ગઇ હતી. જેમાં ગોવાથી પરત આવ્યા બાદ રાધિકા ગુમસુમ રહેતી હતી.

Advertisement

રાધિકા જે મિત્રો સાથે ગોવા ગઇ હતી તેમની પણ પૂછપરછ થશે

રાધિકા જે મિત્રો સાથે ગોવા ગઇ હતી તેમની પણ પૂછપરછ થશે. રાધિકા ધામેચા ઇન્સ્ટાગ્રામમાં 'તોફાની રાધા'ના નામે ઓળખાય છે. રાજકોટમાં (Rajkot) આપઘાતનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 'તોફાની રાધા' (Tofani Radha) તરીકે જાણીતી યુવતીએ આપઘાત કરી લેતા તેનાં ફેન્સ વચ્ચે ભારે ગમગીની છવાઈ છે. યુવતીએ મોડી રાતે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા પિતાને ફોન કર્યો હતો. યુવતીનાં આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. પરંતુ, નાણાકીય લેવડ-દેવડ અથવા પ્રેમ પ્રકરણ કારણ હોવાનાં પ્રાથમિક અનુમાન છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

આપઘાત કરતા પહેલા યુવતીએ પિતાને ફોન કર્યો હતો

રાજકોટમાં (Rajkot) રહેતી અને સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર 'તોફાની રાધા' તરીકે જાણીતી 26 વર્ષીય યુવતી રાધિકા હર્ષદભાઈ ધામેચાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રાધિકા રાજકોટમાં રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પિતાથી અલગ રહેતી હતી. રાધિકાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કર્યો હતો. રાધિકાએ આપઘાત કેમ કર્યો તે પાછળનું સાચુ કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ, નાણાકીય લેવડ-દેવડ અથવા પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ હોવાનાં પ્રાથમિક અનુમાન છે. જો કે, આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ઇન્સ્ટાગ્રામ એપ પર 42.3K જેટલા ફોલોવર્સ

પોલીસે યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર 'તોફાની રાધા' (Tofani Radha) તરીકે જાણીતી યુવતીએ અઘમ્ય કારણોસર જીવન ટુંકાવી લેતા તેનાં ફેન્સમાં ભારે ગમગીની છવાઈ છે. જણાવી દઈએ કે, 'તોફાની રાધા' નાં ઇન્સ્ટાગ્રામ એપ પર 42.3K જેટલા ફોલોવર્સ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થશે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.'

આ પણ વાંચો: Donald Trump USAID ના 2 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા

Tags :
Advertisement

.

×