Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : બહિયલમાં ગરબામાં પથ્થરમારો-આગચંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થર મારામાં પોલીસ જવાનો પણ ઘાયલ
gandhinagar   બહિયલમાં ગરબામાં પથ્થરમારો આગચંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Advertisement
  • Gandhinagar : દહેગામ બહિયલ ગામ પથ્થર મારવાની ઘટનાનો મામલો બિચક્યો
  • પથ્થર મારની ઘટનામાં સાક્ષી સૌનક પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસવાતચીત કરી
  • અચાનક ચારેયબાજુથી હજારો લોકોનું ટોળું ઘુસી આવ્યું હતુ

Gandhinagar : દહેગામ બહિયલ ગામ પથ્થર મારવાની ઘટનાનો મામલો બિચક્યો છે. જેમાં પથ્થર મારની ઘટનામાં સાક્ષી સૌનક પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસવાતચીત કરી છે. પથ્થર મારની ઘટનામાં સૌનક પટેલ ઇજાગ્રસ્ત થયા હતા. પોતાના દીકરાને બચાવવા જતા માથામાં પથ્થર વાગ્યો હતો. સૌનક પટેલે જણાવ્યું છે કે જાણી જોઈ પથ્થરમારો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. અચાનક ચારેયબાજુથી હજારો લોકોનું ટોળું ઘુસી આવ્યું હતુ.

પોલીસની ટીમે સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કર્યું

પોલીસની ટીમે સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કર્યું છે. મોડી રાત્રે બે જુથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે ઘર્ષણ થયું હતુ. ત્યારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાબુ મેળવ્યો છે.  સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી 60 જેટલા લોકોની અટકાયત કરી છે. તમામ લોકો બહિયલ પોલીસ સ્ટેશન બે વાનમાં લાવવામાં આવ્યા છે. તથા 20 જેટલા શંકાસ્પદ નામો પોલીસ પાસે આવ્યા જેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અંદાજિત 2 કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો

અંદાજિત 2 કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ 15 મિનિટે આવી પહોંચી હતી. જેમાં પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થર મારામાં પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતા. પહેલાથી ઘરની અગાશી પર સામેના જૂથવાળાઓએ પથ્થર એકત્રિત કર્યા હતા. વિરોધી સમાજના લોકોએ ત્રીજા માળથી પથ્થર મારો કર્યો હતો.

Advertisement

Gandhinagar : સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા

સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે. ત્યારે દહેગામમાં નવરાત્રી દરમિયાન બબાલ મુદ્દે દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. પથ્થરબાજી અને દુકાનમાં આગ લગાવવી તે દુ:ખદ બનાવ છે. હિન્દુ તહેવાર દરમિયાન વિધર્મીઓ દ્વારા આવા કૃત્યો કરાતા હોય છે.

સરકાર અને પોલીસને વિનંતી છે કે આવા વિધર્મીઓને સજા મળવી જોઈએ

સરકાર અને પોલીસને વિનંતી છે કે આવા વિધર્મીઓને સજા મળવી જોઈએ. જીવનમાં ફરીથી આવુ ન કરી શકે, આવી હરકત ન કરી શકે તેવી સજા આપવી જોઇએ. આવા આરોપીઓને પૂરતી સજા નથી મળતી તેથી વારંવાર હુડદંગ મચાવે છે. દાખલારૂપ સજા મળે આરોપીઓને તેવી સરકારને વિનંતી છે. દહેગામના બહિયલ ગામમાં પથ્થરમારની ઘટના સામે આવી છે. જેમાં બહિયલ ગામમાં બે જુથ સામસામે આવ્યા હતા. સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. રાત્રે 10 વાગ્યા બાદ પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારામાં અંદાજિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પથ્થરમારામાં પોલીસની ગાડીઓ સહિત 15 જેટલી ગાડીને નુકશાન થયુ છે. સમગ્રગામમાં હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ દ્વારા ગ્રામજનોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ladakh Protest : હવે લેહમાં Gen-Z ભડક્યા, BJP કાર્યાલય ફૂંકી માર્યું

Tags :
Advertisement

.

×