Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : કતારગામમાં 19 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ!

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
surat   કતારગામમાં 19 વર્ષીય શિક્ષિકાનો આપઘાત  બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ
Advertisement
  1. સુરતનાં કતારગામમાં શિક્ષિકાનાં આપઘાત કેસમાં ગંભીર આરોપ (Surat)
  2. યુવતીનાં આપઘાતને લઈ પાટીદાર અગ્રણીએ CM ને લખ્યો પત્ર
  3. કાળા કાચવાળી ગાડીમાં ગોરખ ધંધા થાય છે : પાટીદાર અગ્રણી
  4. 19 વર્ષીય નૈના વાવડીયાનાં આપઘાતથી પરિવારમાં શોક
  5. ઘટનામાં કડક દાખલારૂપ કાર્યવાહીની પરિવારની માગણી

Surat : સુરતનાં કતારગામમાં (Katargam) ખાનગી ટ્યુશનની શિક્ષિકાનાં આપઘાત કેસમાં ગંભીર આરોપ સાથે ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી છે. ફરિયાદમાં નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી શિક્ષિકાએ આપઘાત કર્યાનો ગંભીર આરોપ થયો છે. મૃતક શિક્ષિકાનાં પરિવારજનો અને સમાજનાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક અને ઝડપી કાર્યવાહીની માગ કરી છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યુવતીનાં આપઘાતને લઈ પાટીદાર અગ્રણીએ CM ને પત્ર પણ લખ્યો છે.

19 વર્ષીય નૈના વાવડીયાનો આપઘાત, કડક કાર્યવાહીની માગ

સુરતનાં (Surat) કતારગામમાં ખાનગી ટ્યુશનમાં અભ્યાસ કરાવવા જતી 19 વર્ષીય નૈના વાવડીયાએ (Naina Vavadiya Case) આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આશાસ્પદ યુવતીનાં મોતથી પરિવાર ભારે આઘાતમાં છે. પરિવારજનો અને અલ્પેશ કથીરિયા સહિત સમાજનાં અગ્રણી સિંગણપોર પોલીસ સ્ટેશન (Singanpore Police Station) પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માગ કરી છે. નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી નૈના રણજીતભાઇ વાવડીયાએ આપઘાત કર્યો હોવાનો ફરિયાદમાં આરોપ થયો છે. પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રીને પત્ર લખી આ કેસમાં યોગ્ય તપાસની માગ કરાઈ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : નિવૃત્ત આર્મી અધિકારીના પુત્રનું ક્રિપ્ટો કરન્સીના વ્યવહારમાં અપહરણ, ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાંચે પકડ્યા

શિક્ષિકાનાં પરિવારજનોનો ગંભીર આરોપ, સમાજનાં અગ્રણીએ CM ને પત્ર લખ્યો

પાટીદાર અગ્રણીએ જણાવ્યું કે, કાળા કાચવાળી ગાડીમાં ગોરખ ધંધા થાય છે. યુવતીઓ-વિદ્યાર્થીઓને ગાડી ભાડે આપવામાં આવે છે. ત્યાર બાદ વ્યાજનાં વિષચક્રમાં ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવે છે. શિક્ષિકાનાં આપઘાત પાછળ અસામાજિક તત્વો જવાબદાર છે. નીલ વિષ્ણુભાઈ દેસાઈ (Neel Desai) નામના યુવકના માનસિક ત્રાસથી કંટાળી શિક્ષિકાએ આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવાજનોએ કહ્યું કે, સમાજમાં દીકરીની બદનામી ના ડરથી અગાઉ પોલીસને જાણ કરી નહોતી. પરંતુ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા દીકરીનો પીછો કરી વારંવાર હેરાન કરાતી હતી. દીકરીએ યુવકની હેરાનગતિ અંગે આપવીતી જણાવ્યા બાદ દીકરીને ટ્યુશન નહીં જવા કહ્યું હતું. છતાં, યુવક દ્વારા સતત અપાતા માનસિક ત્રાસથી કંટાળીને દીકરીએ અણધાર્યું પગલુંભર્યું છે. પીડિતાનાં પરિવારે દીકરીઓ માટે એક ગુપ્ત હેલ્પલાઇન શરૂ કરવા અને આ કેસમાં કડક અને દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો - Sabarkantha : ભાવફેરનો વિવાદ વકર્યો, સાબર ડરીના ચેરમેન અને MD ને સહકાર મંત્રીએ ગાંધીનગર બોલાવાયા

બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પોલીસે લાલ આંખ કરી

સુરતમાં (Surat) 19 વર્ષીય શિક્ષિકાનાં આપઘાત બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે. કાળા કાચવાળી કાર સામે પોલીસે લાલ આંખ કરી છે. અંકુર ચાર રસ્તા પાસે પોલીસ (Surat Police) દ્વારા ચેકિંગ હાથ ધરાયું અને બ્લેક ફિલ્મ લગાવી કાર હંકારતા ચાલકો સામે એક્શન લેવામાં આવ્યું છે. કારચાલકો પાસેથી દંડ વસૂલાતની કાર્યવાહી પણ કરાઈ છે. પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનાં આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટીદાર અગ્રણીએ CM ને પત્ર લખી રજૂઆત કરી હતી. રજૂઆત બાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે.

આ પણ વાંચો - Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના 64 મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો , વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

Tags :
Advertisement

.

×