Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : યુવકે Video કોલ પર યુવતીનાં કપડાં ઉતરાવ્યા, સ્ક્રીન રેકોર્ડિંગથી બ્લેકમેઇલ કરીને રૂ. પડાવ્યા

સગીરાનો વિશ્વાસ જીતી લઈ વીડિયો કોલમાં યુવતીને નિર્વસ્ત્ર કરાવી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું. યુવકે યુવતીને આ રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકીઓ આપીને રૂપિયા પડાવ્યા.
surat   યુવકે video કોલ પર યુવતીનાં કપડાં ઉતરાવ્યા  સ્ક્રીન રેકોર્ડિંગથી બ્લેકમેઇલ કરીને રૂ  પડાવ્યા
Advertisement
  1. સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
  2. માત્ર 2 માસમાં ઇન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલા યુવકે સગીરાને બ્લેકમેઇલ કરી રૂ. પડાવ્યા
  3. પ્રેમજાળમાં ફસાવી, વીડિયો કોલિંગ પર સગીરાને નિર્વસ્ત્ર કરાવી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું
  4. સ્ક્રીન રેકોર્ડ અને સ્ક્રીન શોટ લઇ યુવક યુવતીને વારંવાર બ્લેકમેઇલ કરતો હતો

Surat : સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા લોકો માટે સુરતનાં કાપોદ્રા વિસ્તારમાંથી (Kapodra) લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્કમાં આવેલા યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ સગીરાનો વિશ્વાસ જીતી લઈ વીડિયો કોલમાં યુવતીને નિર્વસ્ત્ર કરાવી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું. યુવકે યુવતીને આ રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકીઓ આપીને રૂપિયા પડાવ્યા. માત્ર બે માસની અંદર જ યુવકે યુવતીને ફસાવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -Rajkot : ગૃહ રાજ્યમંત્રીએ 185 લોકોને નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યા, ગાંધીનગર અકસ્માત અંગે આપ્યું નિવેદન

Advertisement

સો.મીડિયા પર યુવતી યુવકનાં સંપર્કમાં આવી, વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું

આરોપ અનુસાર, સુરતનાં (Surat) કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતી બે મહિના પહેલા સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ થકી એક યુવક કરણ ઘનશ્યામ હિરપરાના સંપર્કમાં આવી હતી. યુવક યુવતી સાથે અવારનવાર વાતો કરી મિત્રતા કેળવી અને તેણીને લલચાવી-ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ વીડિયો કોલ થકી યુવકે વાત કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, યુવકે યુવતીનો વિશ્વાસ જીતી લઈ વીડિયો કોલિંગ કરી સગીરાને નિર્વસ્ત્ર કરાવી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું. ત્યાર બાદ સ્ક્રીન રેકોર્ડિંગ અને વીડિયો કોલનાં સ્ક્રીન શોટ્સ લઈ યુવક યુવતીને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.

Advertisement

આ પણ વાંચો -Nirlipt Rai ની ટીમના પોલીસ કૉન્સ્ટેબલની વડોદરા ગ્રામ્ય પોલીસ કરશે ધરપકડ ?

સ્ક્રીન રેકોર્ડ અને સ્ક્રીન શોટ લઇ વારંવાર બ્લેકમેઇલ કરતો હતો

યુવકે યુવતીને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યા હતા. જો કે, યુવકના સતત માનસિક ત્રાસથી કંટાળેલી સગીરાએ આખરે આ અંગે પરિવારને જાણ કરી હતી. જે બાદ પરિવારે તાત્કાલિક કાપોદ્રા પોલીસનો (Kapodra Police) સંપર્ક કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરી કરણ ઘનશ્યામ હિરપરાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કરણ હિરપરાનો સરાજાહેર વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -VADODARA : ભરૂચથી MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા શખ્સને દબોચતી SOG

Tags :
Advertisement

.

×