Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સચિન વિસ્તારના તળાવમાંથી ધો. 9 નાં વિદ્યાર્થીનો મૃતદેહ મળવાનો મામલો, તપાસ કમિટીની રચના

વિદ્યાર્થીની ઉંમર 14 વર્ષની હતી અને તે સચિન વિસ્તારની સરસ્વતી વિદ્યાલયમાં (Saraswati Vidyalaya) ધો. 9 માં અભ્યાસ કરતો હતો.
surat   સચિન વિસ્તારના તળાવમાંથી ધો  9 નાં વિદ્યાર્થીનો મૃતદેહ મળવાનો મામલો  તપાસ કમિટીની રચના
Advertisement
  1. સુરતમાં વિદ્યાર્થીનાં મોતને લઈને બનાવાઈ તપાસ કમિટી (Surat)
  2. તળાવમાંથી ધોરણ 9 ના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો હતો
  3. DEO દ્વારા ત્રણ સભ્યની ટીમ બનાવી તપાસ કરાશે
  4. શિક્ષકો,આચાર્ય અને વિધાર્થીઓનાં નિવેદન નોંધવામાં આવશે
  5. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે

Surat : સુરતના્ં સચિન વિસ્તારમાં આવેલા તળાવમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે વિદ્યાર્થીની ઉંમર 14 વર્ષની હતી અને તે સચિન વિસ્તારની સરસ્વતી વિદ્યાલયમાં (Saraswati Vidyalaya) ધો. 9 માં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થીના પરિવારે શાળાનાં આચાર્ય અને અન્ય વિધાર્થી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મામલે હવે DEO દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. હવે, ત્રણ અધિકારીઓની ટીમ તપાસ કરશે.

આ પણ વાંચો - Surat : ધો. 10-12 ની પૂરક પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર

Advertisement

વિદ્યાર્થીનાં મોત મામલે તપાસ માટે 3 સભ્યની તપાસ કમિટી બનાવાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) સચિન વિસ્તારમાં આવેલા તળાવમાંથી સરસ્વતી વિદ્યાલયમાં ધો. 9 માં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીઓનો થોડા દિવસ પહેલા મૃતદેહ મળ્યો હતો. આ બનાવમાં મૃતક વિદ્યાર્થીના પરિવારે શાળાનાં આચાર્ય અને અન્ય વિધાર્થી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મામલે વધુ તપાસ માટે હવે DEO દ્વારા ત્રણ સભ્યની ટીમ બનાવી તપાસ કમિટીની (Iinvestigation Committee) રચના કરવામાં આવી છે. આ તપાસ કમિટીમાં વર્ગ 2 અને 3 નાં કુલ 3 અધિકારીઓ સામેલ છે. પોલીસની સાથે હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ તપાસ કરશે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર સહિત 6 ને કોર્ટમાં રજૂ કરાયા

તપાસ કમિટીનાં રિપોર્ટનાં આધારે આગળની કાર્યવાહી કરાશે

માહિતી મુજબ, તપાસ કમિટી દ્વારા શાળાનાં શિક્ષકો, આચાર્ય અને વિધાર્થીઓનાં નિવેદન નોંધવામાં આવશે. શાળાનાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે. તપાસ કમિટીનાં રિપોર્ટનાં આધારે આગળની કાર્યવાહી કરાશે. અગાઉ મૃતક વિદ્યાર્થીનાં પરિવારે હત્યાનો આક્ષેપ કરતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. જો કે, હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ તપાસ કરશે. તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Dwarka : રાવળા તળાવ નજીક કોમર્શિયલ બાંધકામ, ગોરીંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયા

Tags :
Advertisement

.

×