Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Crime Story: Diamond City Surat ની આ તો કેવી 'સૂરત'?

સુરતમાં સરાજાહેર સનસનીખેજ હત્યા! ધોળા દિવસે વેપારીને ઉતાર્યો મોતને ઘાટ! 10 સેકન્ડમાં ચપ્પુના 10 ઘા મારી કરી હત્યા! લોહી નીતરતા ચપ્પુ સાથે લોકોએ આરોપીને ઝડપ્યો! Surat Crime Story: સુરતના ઉધના વિસ્તારમાં કોમ્પ્લેક્સ ની અંદર માત્ર ટુ વ્હીલ પાર્ક કરવા...
surat crime story  diamond city surat ની આ તો કેવી  સૂરત
Advertisement
  • સુરતમાં સરાજાહેર સનસનીખેજ હત્યા!
  • ધોળા દિવસે વેપારીને ઉતાર્યો મોતને ઘાટ!
  • 10 સેકન્ડમાં ચપ્પુના 10 ઘા મારી કરી હત્યા!
  • લોહી નીતરતા ચપ્પુ સાથે લોકોએ આરોપીને ઝડપ્યો!

Surat Crime Story: સુરતના ઉધના વિસ્તારમાં કોમ્પ્લેક્સ ની અંદર માત્ર ટુ વ્હીલ પાર્ક કરવા બાબતે થયેલી સામાન્ય તકરાર હત્યા સુધી પહોંચી ગઈ હતી. જ્યાં એક યુવકે 10 જેટલા ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી ઈલેક્ટ્રીકના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને મોતને ઘાટ ઉરી દેતા ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા અને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જોકે હત્યાની હચમચાવનારી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઈલેક્ટ્રીકનો વેપાર કરતાં યુવકની કરાઇ હત્યા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સ માં સોમવારની સમી સાંજે હત્યાની ઘટના બની હતી. કોમ્પ્લેક્સ માં જ ઈલેક્ટ્રીકનો વેપાર કરતા સુભાષ ખટીક નામના વેપારીની યુવક દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું મહાવીર કોમ્પ્લેક્સ માં સુભાષ ખતીક ઇલેક્ટ્રીકના સામાન નું વેચાણ કરે છે. જે સુભાષ ખતિક સોમવારના સાંજે સાડા ચાર થી પોણા પાંચ વાગ્યાના સમય દરમિયાન મહાવીર કોમ્પલેક્ષ પર આવ્યો હતો. પોતાની મોટર સાયકલ લઈને આવેલા વેપારી જોડે નીરજ હરિજન નામના શખ્સ જોડે માથાકૂટ થઈ હતી. બંને વચ્ચે થયેલી બોલાચાલ બાદ નીરજ હરીજને પોતાની પાસે રહેલા ઘાતક હથિયાર વડે એક નહિ બે નહીં પરંતુ 10 જેટલા ઘા મારી વેપારી ને મોટે ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર હકીકત ઉધના પોલીસની તપાસમાં સામે આવી હતી.

Advertisement

હત્યા કરનારને  પોલીસે કરી ધરપકડ

ઉધના પોલીસ દ્વારા મૃતક વેપારીની લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીને ઝડપી પાડવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી.જ્યાં ગણતરીના કલાકોમાં જ હત્યારા નીરજને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ઉધના પોલીસે આરોપી નીરજની ધરપકડ કરી હત્યા પાછળનું સાચું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી હતી.

Advertisement

પોલીસની પૂછપરછમાં થયા મોટા ખુલાસા

ઉધના પોલીસની પૂછપરછ માં આરોપીએ જણાવ્યું હતું કે પોતે હાલ બેકાર છે અને ભાઠેના નજીક આવેલ મહાવીર કોમ્પ્લેક્સ માં અગરબત્તી ની દુકાને કામ માટે આવ્યો હતો. પોતે દુકાન પર બેઠો હતો ત્યારે વેપારી સુભાષ ઘટી પણ ત્યાં પોતાની મોટરસાયકલ લઇ આવી ચઢ્યો હતો.જે દરમિયાન મોટર સાયકલ પાર્ક કરવા માટેની જગ્યા ને લઇ બંને વચ્ચે બોલા ચાલ થઈ હતી. જે બાદ આવેશ માં આવી પોતે આ હત્યા કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. આમ ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ વેપારીની થયેલી હત્યા નો ભેદ ઉકેલી કાઢી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ ની તપાસમાં હત્યારા નો ગુનાહિત ઇતિહાસ પણ મળી આવ્યો છે. જે અંગેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×