Surat Cyber Fraud : 197 કરોડનાં સાઇબર ફ્રોડ કેસમાં માસ્ટર માઇન્ડની ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા!
- સુરતમાં 197 કરોડનાં સાઇબર ફ્રોડમાં આરોપીની ધરપકડ (Surat Cyber Fraud)
- મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી રાજ પ્રકાશન રૈયાણીની ધરપકડ
- દુબઈમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી USDT ખરીદી હવાલા પાડતો હોવાનો ખુલાસો
- રાજ રૈયાણી કમિશનથી ચાઈનીઝ ગેંગને બેન્ક એકાઉન્ટ પુરા પાડતો હોવાનો ઘટસ્ફોટ
Surat Cyber Fraud : સુરતમાં સૌથી મોટા અને બહુચર્ચિત 197 કરોડનાં સાઇબર ફ્રોડ (Cyber Fraud) કેસ મામલે મોટા સમાચાર આવ્યા છે. મુખ્ય માસ્ટર માઇન્ડની સાઇબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. આરોપી દુબઈમાં ચાઈનીઝ ગેંગ (Chinese gang in Dubai) સાથે મળી USDT ખરીદી હવાલા પાડતો હતો. માસ્ટર માઇન્ડ રાજ રૈયાણી (Raj Raiyani) કમિશનથી ચાઈનીઝ ગેંગને બેન્ક એકાઉન્ટ પૂરા પાડતો હતો. આ કેસમાં 35 આરોપીઓ હજી પણ ફરાર છે, જ્યારે અત્યાર સુધીમાં 13 માં આરોપીની ધરપકડ થઈ છે.
આ પણ વાંચો - Gandhinagar: મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક
197 કરોડનાં Surat Cyber Fraud કેસમાં માસ્ટર માઈન્ડની ધરપકડ
ગત વર્ષે સુરતમાંથી ચાલતા વિશાળ સાઇબર ફ્રોડ નેટવર્કનો (Surat Cyber Fraud ) ભાંડાફોડ થયો હતો, જેમાં કુલ 197 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં સાઇબર ક્રાઇમ સેલે (Cyber Crime Cell) વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી માસ્ટર માઈન્ડ રાજ પ્રકાશન રૈયાણી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં સાઇબર ક્રાઇમ સેલે અત્યાર સુધીમાં 13 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હજું પણ 35 આરોપી ફરાર હોવાની માહિતી છે. માહિતી અનુસાર, આરોપી રાજ રૈયાણી અન્ય આરોપી મિલન દરજીનો કૌટુંબિક ભાઈ છે. રાજ રૈયાણી (Raj Raiyani) દુબઈમાં ચાઈનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતો અને કમિશન લઈ ચાઈનીઝ ગેંગ સાથે મળી USDT ખરીદી હવાલા પાડતો હતો. કાપોદ્રાનો આરોપી રાજ ચાઇનીઝ ગેંગને અલગ-અલગ બેન્ક એકાઉન્ટ પૂરા પાડતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
Surat માં 197 કરોડના સાયબર ફ્રોડમાં આરોપીની ધરપકડ
મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી રાજ પ્રકાશન રૈયાણીની ધરપકડ
દુબઈમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી USDT ખરીદી હવાલા પાડતા
રાજ રૈયાણી કમિશનથી ચાઈનીઝ ગેંગને બેન્ક એકાઉન્ટ પુરા પાડતો
વર્ષ 2024 માં સાયબર સેલે મોટા વરાછામાં છાપો માર્યો હતો | Gujarat… pic.twitter.com/yS2eAA2Gqh— Gujarat First (@GujaratFirst) October 1, 2025
આ પણ વાંચો - Rajkot : રાજકોટમાંથી બે વર્ષ પહેલા ઝડપાયેલા 3 આતંકીને કોર્ટે ફટકારી આકરી સજા
ગત વર્ષે સાઇબર ક્રાઇમ સેલે દરોડો પાડી 12 આરોપીને ઝડપ્યા હતા
જણાવી દઈએ કે, વર્ષ 2024 માં બાતમીનાં આધારે સાઇબર ક્રાઇમ સેલે (Chinese gang in Dubai) મોટા વરાછામાં આવેલ ગોપીનાથ સોસાયટીનાં સ્વાધ્યાય કોમ્પલેક્સમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં જય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુંમર, બ્રિજેશ ઇટાલિયા, કેતન વેકરિયા, નાનજી બારૈયા, હિત જસાણી, ચંદ્રેશ કાકડિયા, દશરથ ધાંધલિયા, અનિલ ખેની, યોગેશ કુંભાણી સહિત 12 આરોપીને ઝડપી પડાયા હતા. ત્યાર બાદ તપાસ દુબઈ સુધી પહોંચી હતી, જેમાં ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી (Milan Darji) સહિત અન્ય સાગરિતો જરૂરિયાતમંદ લોકો પાસેથી બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની બેંક કિટ પોતાની પાસે લઈ લેતા હતા અને દુબઈ રહેતા જગદીશને મોકલતા હતા. તપાસ મુજબ, આરોપી રાજ રૈયાણી બેંક ખાતા કમિશનથી મેળવી લઈ મિલન દરજીને પહોંચાડતો હતો. આરોપીએ 1029 બેંક ખાતા ખોલાવ્યા,જેના પર અલગ-અલગ રાજ્યોમાં 1867 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ મામલે સાઇબર ક્રાઇમ સેલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : વટવા GIDC માં ગરબા આયોજકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર!


