Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: શહેરમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ, મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ

Surat માંથી રાહદારીઓને પોલીસ તરીકેની ઓળખ આપતા અને રૂપિયા તથા મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવતા
surat  શહેરમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ  મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ
Advertisement
  • Surat માં રાહદારીઓને પોલીસ તરીકેની આપતા ઓળખ
  • લોકો પાસેથી રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવતા
  • પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બંનેની ધરપકડ

Surat: સુરતમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ છે. જેમાં મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. રાહદારીઓને પોલીસ તરીકેની ઓળખ આપતા હતા. તેમાં લોકો પાસેથી રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવતા હતા. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ફેનિલ પટેલ અને કુલસુમબાનું ઉર્ફે અલીના શોએબ કાદર ઇંટવાળની ધરપકડ કરવામાં આવી છે.

બે મોબાઈલ, રોકડ રૂપિયા, મોપેડ સહિત 59 હજારનો મુદ્દામાલ જપ્ત

બે મોબાઈલ, રોકડ રૂપિયા, મોપેડ સહિત 59 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ અંગે ખુલાસાઓ થઈ શકે છે. તેમજ અગાઉ 16 લાખથી વધુની લૂંટની ઘટના ઘટ્યા બાદ શહેરીજનો અને ધંધાદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં વરાછામાં એક આંગડિયા પેઢીમાં કર્મચારીને નકલી પોલીસે લૂંટી લીધો હતો. નકલી પોલીસ નકલી રૌફ બતાવીને 16.50 લાખ રૂપિયા પડાવી લીધા અને ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં વરાછા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement

Surat: પોલીસનો સ્વાંગ રચીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો

Surat: વરાછા વિસ્તારમાં પોલીસનો સ્વાંગ રચીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં કાર લઈને આવેલા 4 ઈસમોએ આંગડિયા પેઢીના કર્મચારીને બેગમાં ગાંજો હોવાનું કહીને લાફા ઝીંકીને રૂ. 16.56 લાખની મત્તા લૂંટી લીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી જિલ્લાના લાઠીગામ ખાતે રહેતા રાજેશસિંહ ગલાબજી રાજપૂત (52) આંગડીયાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત 15 જૂનના રોજ તેમને ત્યાં કામ કરતો કર્મચારી નીકુલસિંહ રાજપૂત અમદાવાદ ખાતેથી ટ્રાવેલ્સમાં બેસીને હીરા તથા સોના-ચાંદીના પાર્સલનો થેલો લઇને સુરત વરાછા વૈશાલી ત્રણ રસ્તા ખાતે મળસ્કે સાડા ચારેક વાગ્યે આવ્યો હતો.

તારી બેગમાં ગાંજો છે, કહીને કારમાં બેસાડી દીધો હતો

આ સમયે ત્યાં એક કારમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને પોતાની પોલીસ તરીકે ઓળખ આપી નિકુલસિંહને તારી બેગમાં ગાંજો છે, કહીને કારમાં બેસાડી દીધો હતો. જે બાદ ચાલુ કારમાં નિકુલસિંહને લાફા મારીને તેની પાસે રહેલો મોબાઈલ ફોન, સોના-ચાંદી અને હીરાના પાર્સલ મળીને કુલ 16.56 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બાબતે નિકુલસિંહે પોતાના શેઠ રાજેશસિંહ રાજપૂતને જાણ કરતાં તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Tiranga Yatra: અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે

Tags :
Advertisement

.

×