Surat: ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી પકડાયો નકલી PSI
- Surat: DCP શેફાલી બરવાલની નજર પડતા પકડાયો નકલી PSI
- પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો
- ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને ફરી રહ્યો હતો નકલી PSI
Surat: ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે. પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો છે. ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને નકલી PSI ફરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં નકલી PSI હીરા વેપારીનો પુત્ર નીકળ્યો છે.
મોબાઈલમાંથી મળ્યા સેલિબ્રિટી, પોલીસ અધિકારીઓ સાથેના ફોટો
મોબાઈલમાંથી મળ્યા સેલિબ્રિટી, પોલીસ અધિકારીઓ સાથેના ફોટો તથા ગરબા ગ્રાઉન્ડમાં VIP ગેટમાંથી પ્રવેશ કર્યો હતો. તેમજ અસલી PSIની જેમ જ પહેરવેશ અને મૂછો રાખી શેખી મારતો હતો. પોલીસના હાથે પકડાઈ જતા હાથ જોડી માફી માગવા લાગ્યો હતો. નવરાત્રિના ઉત્સવમાં ડુમસના YPD ડોમ ખાતે એક ચોંકાવનારી ઘટના બની હતી. હીરાના વેપારીનો પુત્ર યુવરાજ રાઠોડ પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે રજૂ કરી ગરબા ગ્રાઉન્ડમાં VIP ગેટથી પ્રવેશ કર્યો હતો. પરંતુ ઝોન-7ના ડીસીપી શેફાલી બરવાલની સતર્ક નજરે તેની સાચી ઓળખ બહાર આવી ગઈ અને આખી ડ્રામેબાજીનો અંત આવ્યો.
Surat: આરોપીની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો
આરોપીની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. યુવરાજ રાઠોડ પોલીસ જેવા વેશમાં આવીને, હાથમાં એક ખરાબ હાલતમાં રહેલો વોકી-ટોકી લઈને ફરતો હતો. "હું PSI છું અને ડ્યુટી પર છું" કહીને તેણે VIP વિસ્તારમાં પ્રવેશ મેળવ્યો. માત્ર એટલું જ નહીં, પરંતુ ત્યાં બેઠેલા સેલિબ્રિટીઝ અને મહાનુભાવોની વચ્ચે જઈ ફોટા પડાવ્યા હતા. આરોપીની તપાસ દરમિયાન યુવરાજના મોબાઇલ ફોનમાંથી અનેક પોલીસ અધિકારીઓ અને જાણીતા સેલિબ્રિટીઝ સાથેના ફોટા મળી આવ્યા. આ ફોટાઓના આધાર પર તે લોકોને પોતાના ‘કનેક્શન’ બતાવીને પ્રભાવ જમાવતો હતો.
આયોજકની ફરિયાદ આધારે ગુનો નોંધાયો છે
પોલીસની તપાસમાં ખુલ્યું કે યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં ફરતો હતો. વડોદરામાં તેના સંબંધીઓ પોલીસમાં હોવાથી તેને પોલીસના વર્તન અને કામગીરી અંગે થોડી ઓળખાણ હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો. જોકે સમગ્ર મામલે ડીસીપી શેફાલી બરવાલ સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે હાજર હતા ત્યારે યુવરાજના શંકાસ્પદ વર્તન પર તેમની નજર પડી. પૂછપરછ કર્યા બાદ તેની સાચી ઓળખ બહાર આવી ગઈ અને તરત જ પોલીસ ટીમે તેની ધરપકડ કરી લીધી. બાદમાં આયોજકની ફરિયાદ આધારે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 24 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?