ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : રાજ્યમાં પ્રથમ વખત સાઇબર ફ્રોડના આરોપીઓ સામે GUJCTOC નો ગુનો

આ કેસમાં હાલ પણ મુખ્ય આરોપી સહિત કેટલાક આરોપી પોલીસ પકડથી દૂર છે.
08:12 PM Jun 19, 2025 IST | Vipul Sen
આ કેસમાં હાલ પણ મુખ્ય આરોપી સહિત કેટલાક આરોપી પોલીસ પકડથી દૂર છે.
Surat_Gujarat_first
  1. સૌ પ્રથમ વખત સાઇબર ફ્રોડનાં આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો (Surat)
  2. સુરતનાં મોટાવરાછા ખાતે સાઇબર સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ હતી
  3. વર્ષ 2024 ના ઓક્ટોબર મહિનામાં પોલીસે કાર્યવાહી કરી હતી
  4. જે કેસમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
  5. જ્યારે 35 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા
  6. 77 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા

Surat : ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત સુરતમાં સાઇબર ફ્રોડનાં (Cyber Fraud) ગુનાનાં આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનો (GUJCTOC) ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં સાઇબર સેલ દ્વારા છાપો મારવાની કાર્યવાહી કરાઈ હતી. આ કેસમાં 11 લોકોની ધરપકડ કરાઈ હતી જ્યારે 35 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 77 કરોડનાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. આ કેસમાં હાલ પણ મુખ્ય આરોપી સહિત કેટલાક આરોપી પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો - International Yoga Day : સવારે 6.45 થી 7.45 કલાક સુધી કરાશે ઉજવણી, અ'વાદ કલેક્ટરને આપી માહિતી

કેસમાં 11 ની ધરપકડ, જ્યારે 35 આરોપી વોન્ટેડ જાહેર

રાજ્યનાં ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં (Surat) સાઇબર ફ્રોડનાં ગુનામાં આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, સુરતનાં મોટાવરાછા ખાતે સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં સાઇબર સેલની (Cyber ​​Cell) ટીમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. વર્ષ 2024 નાં ઓક્ટોબર મહિનામાં પોલીસે આ કાર્યવાહી કરી હતી અને 11 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે, 35 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ દરમિયાન રૂ. 77 કરોડનાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા હતા. કેસનો મુખ્ય આરોપી મિલન દરજી (Milan Darji) સહિત અન્ય આરોપીઓ હાલ પણ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો - Panchmahal : હાલોલની હોટેલનાં રૂમમાંથી આધેડનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!

ગેંગ સામે 30 રાજ્યોમાં સવા 200 થી પણ વધુ ગુના દાખલ

અહેવાલ અનુસાર, આ કેસનાં કેટલાક આરોપીઓ અલગ-અલગ દેશોમાં ભાગી છૂટ્યા છે. જ્યારે, આ કેસની તપાસમાં 1 હજારથી વધુ બેંક ખાતાની ઓળખ કરાઈ છે. આ ગેંગ સામે 30 જેટલા રાજ્યોમાં સવા બસોથી પણ વધુ ગુના દાખલ થયા છે. જ્યારે, આરોપીઓ વિરુદ્ધ હમણાં સુધી 30 થી વધુ ગુના નોંધાયા છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ રહી છે.

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવશે, વાંચો વિગત

Tags :
CYBER CELLCyber fraudGUJARAT FIRST NEWSGUJCTOCMilan DarjiMota VarachhaOnline Transactions FroudSuratsurat crime newsSurat PoliceTop Gujarati News
Next Article