Surat : પાંડેસરામાં ધો. 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ!
- Surat નાં પાંડેસરામાં ધો. 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
- પાડોશમાં રહેતો પરિચિત યુવક બાઇક પર બેસાડી લઈ ગયો, પછી દુષ્કર્મ આચર્યાનો આરોપ
- ગુપ્ત ભાગે લોહી નીકળતા વિદ્યાર્થિનીને નરાધમ કૈલાશ ચોકડીએ મૂકી ફરાર થયો!
- વિદ્યાર્થિનીનાં પરિવારની ફરિયાદનાં આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી
Surat : સુરતમાં સભ્ય સમાજને કલંકિત કરતી વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. પાંડેસરામાં (Pandesara) ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ હેઠળ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. ફરિયાદમાં આરોપ છે કે વિદ્યાર્થિની ચોપડા લેવા માટે ઘરેથી નીકળી હતી, ત્યારે પાડોશી યુવકે વિદ્યાર્થિની રસ્તામાં પોતાની બાઇક પર બેસાડી લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Valsad : કપરાડા તાલુકામાં વિચિત્ર ઘટના! મોડી રાતે એક સાથે 7 ની તબિયત લથડી
વિદ્યાર્થિની પુસ્તકો લેવા માટે ઘરેથી નીકળી હતી
આરોપ અનુસાર, સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પુસ્તકો લેવા માટે ઘરેથી નીકળી હતી. દરમિયાન, પાડોશમાં રહેતો પરિચિત યુવક હિમાંશુ યાદવ તેની પાસે આવ્યો હતો અને કૈલાશ ચોકડીથી વિદ્યાર્થિનીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યાર બાદ નરાધમ યુવકે વિધાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો - VADODARA : ખરાબ રસ્તા, કાદવ-કીચડની સમસ્યા ઉજાગર કરવા સ્થાનિક ગંદા પાણીમાં સુઇ ગયા
દુષ્કર્મ બાદ નરાધમ વિદ્યાર્થિનીને કૈલાશ ચોકડી મૂકી ફરાર થયો
ફરિયાદમાં આરોપ મુજબ, વિદ્યાર્થિનીને ગુપ્ત ભાગે લોહી નીકળતા આરોપી હિમાંશુ વિદ્યાર્થિનીને કૈલાશ ચોકડી નજીક મૂકીને ફરાર થયો હતો. વિદ્યાર્થિનીએ ઘરે પહોંચીને પરિવારને સમગ્ર આપવીતી વર્ણવી હતી. પરિવારે વિધાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદનાં આધારે પોલીસે કાર્યવાહી કરી નરાધમ આરોપી યુવક હિમાંશુ યાદવની ધરપકડ કરી છે અને દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : આ 3 કોલેજોની માન્યતા રદ કરાઈ, યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરી આપી માહિતી


