Surat : સારોલીમાં મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ફોટોગ્રાફરની 4 મહિના બાદ ધરપકડ
- Surat માં મોડલનાં આપઘાત કેસમાં એકની ધરપકડ
- સારોલી પોલીસે ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતની કરી ધરપકડ
- 2 મેનાં રોજ મોડલે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું
- મોડલ અને મહેન્દ્ર લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા
Surat : સુરતનાં સારોલીમાં મોડલ યુવતીનાં આપઘાત કેસમાં (Model Girl Case) પોલીસે ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. આરોપી ફોટોગ્રાફર અને મૃતક મોડલ યુવતી રિલેશનશિપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. દરમિયાન, આરોપી ફોટોગ્રાફરે મોડલ યુવતીનાં ફોટો અને વીડિયો વાઇરલ કરી માનસિક અને શારિરીક ત્રાસ ગુજાર્યો હોવાનો આરોપ થતા પોલીસે ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. મૃતક યુવતીનાં પિતાએ સારોલી પોલીસમાં (Saroli Police Station) ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad Police: અમદાવાદમાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, નશાની હાલતમાં રીક્ષા ચાલકને લીધો અડફેટે
Surat માં મોડલ આપઘાત કેસમાં ફોટોગ્રાફરની ધરપકડ
સુરતનાં (Surat) સારોલી વિસ્તારમાં મોડલ યુવતીનાં આપઘાત કેસમાં પોલીસે આરોપી ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. મૃતક મોડલ યુવતી અને આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂત રિલેશનશિપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. આરોપ છે કે, આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતે મોડલનાં આપત્તિજનક ફોટો અને વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી માનસિક અને શારિરીક ત્રાસ ગુજાર્યો હતો. આરોપી મહેન્દ્ર મૃતક યુવતીને હેરાન-પરેશાન કરી મારપીટ કરતો હોવાનો પણ આક્ષેપ છે.
આ પણ વાંચો - મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : 2800 કર્મચારીઓને 1400 કરોડ વેતન-લાભ
વીડિયો બનાવી શારિરીક-માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ
આ મામલે મૃતક યુવતીનાં પિતા લાખવિંદરસિંહ દ્વારા સારોલી પોલીસમાં (Saroli Police) ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન, આરોપી મહેન્દ્ર રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે, ઘટનાનાં 4 મહિના બાદ સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ સારોલી અને રાજસ્થાનનાં પોલીસ મથકમાં એમ બે ગુના નોંધાયા છે. જણાવી દઈએ કે, 2 મેનાં રોજ સારોલીનાં સારથી રેસિડેન્સીનાં એક ફ્લેટમાં મોડેલ યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો - વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ : લોકોએ મીટરને ગણાવ્યું ચીટર