Surat Police: સુરતમાં યુવકને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવી પડી ભારે
- Surat Police: રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની કરી અટકાયત
- પોલીસ સ્ટેશનની ચેર પર બેસી યુવકે બનાવી હતી રીલ
- સાત માસ અગાઉ યુવક કલર કામ માટે પો.સ્ટેશન આવ્યો હતો
Surat Police: સુરતમાં યુવકને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવી ભારે પડી છે. જેમાં રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશનની ચેર પર બેસી યુવકે રીલ બનાવી હતી. તેમાં સાત માસ અગાઉ યુવક કલર કામ માટે પો.સ્ટેશન આવ્યો હતો. જેમાં રીલ પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ છે. તથા કલરકામ કરતા યુવકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની
શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. એક કલરકામના કારીગરે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ખુરશી પર બેસીને ફોટોશૂટ કરાવ્યું અને પછી આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારીગર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
Surat : યુવકને પોલીસ સ્ટેશનની ચેર પર બેસી ઇન્સ્ટા રીલ બનાવવી પડી ભારે
રાંદેર પોલીસે યુવકની કરી અટકાયત
પોલીસ સ્ટેશનની ચેર પર બેસી ભોલા રાજભરે ઇન્સ્ટા રીલ બનાવી હતી,
જે રીલ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી
સાત માસ અગાઉ યુવક પોલીસ સ્ટેશન આવ્યો હતો
કલર કામ માટે આવેલા યુવકે રીલ બનાવી… pic.twitter.com/cApliupZkG— Gujarat First (@GujaratFirst) September 11, 2025
Surat Police: એક કારીગર કરલકામ કરવા પોલીસ સ્ટેશન ગયો હતો
મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક કારીગર કરલકામ કરવા પોલીસ સ્ટેશન ગયો હતો. તે દરમિયાન, PSI તેમની ખુરશી પર હાજર નહોતા. આ તકનો લાભ ઉઠાવીને આ કારીગરે PSIની ખુરશી પર બેસીને પોતાના ફોનથી ફોટા પાડ્યા હતા. બાદમાં તેણે આ ફોટા સુરતમાં પોલીસ સ્ટેશનમાં કલર કરી ગયો જેવા લખાણ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ સ્ટેશન જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારનું કૃત્ય ગંભીર ગુનો ગણાય છે. પોલીસે તાત્કાલિક કારીગરને શોધી કાઢ્યો અને તેની સામે ગુનો નોંધ્યો હતો. આ ફોટા વાયરલ થતાં પોલીસની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી, જેના કારણે પોલીસ આ મામલે કડક પગલાં લઈ લીધા હતા.
આ પણ વાંચો: Nepal Violence: નેપાળમાં ફરી હિંસા... જેલમાંથી ભાગી રહેલા કેદીઓ પર સેનાએ ગોળીબાર કર્યો, 2 ના મોત


