Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સરાજાહેર જ્વેલર્સની દુકાનમાં 'લૂંટ વીથ મર્ડર' કેસમાં ઝડપાયેલા આરોપીનો વરઘોડો કઢાયો!

ઘટનાને અંજામ આપીને ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા ? તેની જાણકારી પોલીસે મેળવી છે.
surat   સરાજાહેર જ્વેલર્સની દુકાનમાં  લૂંટ વીથ મર્ડર  કેસમાં ઝડપાયેલા આરોપીનો વરઘોડો કઢાયો
Advertisement
  1. Surat નાં સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં 'લૂંટ વીથ હત્યા' નો મામલો
  2. 4 પૈકી ઝડપાયેલા એક લુટારુનો વરઘોડો કાઢવામાં આવ્યો
  3. બનાવ સ્થળે લઈ જઈ સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
  4. ઘટના સ્થળેથી ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા ? તેની જાણકારી મેળવી
  5. અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા પોલીસે મેળવાયા

Surat : સુરતનાં સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ વીથ હત્યા મામલે 4 પૈકી ઝડપાયેલા એક લુટારુનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે. સચિન વિસ્તાર પોલીસે (Surat Sachin Police) આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાને અંજામ આપીને ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા ? તેની જાણકારી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા મેળવી તેમની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Morbi : ચેલેન્જ રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન, હવે વિકાસકામની Challenge!

Advertisement

Advertisement

4 પૈકી ઝડપાયેલા એક લુટારુનો વરઘોડો કાઢવામાં આવ્યો!

સુરત પોલીસને (Surat Police) ખુલ્લો પડકાર ફેંકતી ઘટના થોડા દિવસ પહેલા સચિન વિસ્તારમાંથી સામે આવી હતી. 3-4 જેટલા બંદૂકધારી ઇસમો શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજે વિચારે તે પહેલા દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી. જો કે, વેપારી અને કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન, છાતીનાં ભાગે ગોળી વાગતા વેપારી આશિષ રાજપરાનું ઘટના્સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કર્મચારીના પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. સરાજાહેર થયેલ આ ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા હતા.

આ પણ વાંચો - Exotic Birds Stolen : લગ્નનો ખર્ચ કાઢવા વિદેશી પક્ષીઓની ચોરી કરી, ગ્રામ્ય એલસીબીએ પ્લાન નિષ્ફળ બનાવ્યો

અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા પોલીસે મેળવાયા

આ ઘટનામાં સ્થાનિકોએ એક લુટારુને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક આપ્યો હતો. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખસેડાયો હતો. સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. કબજો મેળવી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માહિતી મેળવી. ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કંઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે. જો કે, ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈને લોકોમાં ચર્ચા વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Bhavnagar : ઘર પાસે દારૂ પીવાની ના પાડતા ઇસમોએ મકાન પર પથ્થરમારો કર્યો, વાહનમાં તોડફોડ કરી

Tags :
Advertisement

.

×