Surat: ડુમસ રોડ પર દારૂ અને ડ્રગ્સ પાર્ટી પર SMCના દરોડા, 4 મહિલા સહિત 7 લોકોની ધરપકડ
- ફાર્મ હાઉસમાં ડ્રગ્સ અને દારૂની માણતા હતા મહેફિલ
- સ્થળ પરથી 10 દારૂની બોટલ, 4.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત
- ચિરાગ કાળુભાઈ તરફથી કરાયું હતુ પાર્ટીનું આયોજન
ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. હવે સુરતના ડુમસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માણતા 7 જેટલા શકમંદ લોકોને ઝડપી પાડી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.
ફાર્મ હાઉસમાં ડ્રગ્સ અને દારૂની મહેફિલ માણતા હતા
સુરતના ડુમસ રોડ પર દારૂ અને ડ્રગ્સ પાર્ટી પર SMCના દરોડા પડ્યા છે. ફાર્મ હાઉસમાં ડ્રગ્સ અને દારૂની મહેફિલ માણતા હતા. SMCએ ચાર મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી છે. તેમજ સ્થળ પરથી 10 દારૂની બોટલ, 4.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ચિરાગ કાળુભાઈ તરફથી પાર્ટીનું આયોજન કરાયું હતુ. જેમાં SMCએ કુલ 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તથા 7ની ધરપકડ કરી SMCએ બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ પાર્ટી બાદ રાજ્યમાં દારૂબંધીના કડક દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા છે. સુરતના ડુમસ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટીની અંદર ચાલી રહેલી દારૂની મહેફિલને પોલીસે ઝડપી પાડી છે.
ફાર્મ પર પાર્ટીનું નબીરાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
દારૂ પાર્ટીમાં રેડ પડી હોવાની જાણ થતા જ યુવક-યુવતીઓના વાલીઓએ પોલીસ સ્ટેશન બહાર જમાવડો કરી દીધો હતો. ફાર્મ પર પાર્ટીનું નબીરાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક યુવતીઓને પણ આમંત્રિત કરાઈ હતી. ફાર્મ હાઉસ પર એક તરફ દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યાં બીજી તરફ પોલીસે અહીં છાપો મારી રંગમાં ભંગ પાડયો હતો. ઝડપાયેલા યુવક-યુવતીઓ સુખી સંપન્ન ઘરના હોવાનું સામે આવ્યું હતું. આ હાઇપ્રોફાઇલ પાર્ટીના દરોડાની જાણ થતા પોલીસ મથકે ઉહાપોહ મચી ગયો હતો. પાર્ટી દરમ્યાન તમામ લોકો દારૂના નશામાં મળી આવ્યા હતા .
આ પણ વાંચો: Gujarat Rain : આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી