Surat: શહેરમાં SOGએ બોગસ આધારકાર્ડ રાખનાર વિધર્મીની કરી ધરપકડ
- Surat: હિન્દુ નામ ધારણ કરી વિધર્મીએ બોગસ આધારકાર્ડ પણ બનાવ્યું
- આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ અકબરઅલીની કરી ધરપકડ
- આરોપીએ હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે કર્યા લગ્ન
Surat : સુરતમાં SOGએ બોગસ આધારકાર્ડ રાખનાર વિધર્મીની ધરપકડ કરી છે. હિન્દુ નામ ધારણ કરી વિધર્મીએ બોગસ આધારકાર્ડ પણ બનાવ્યું હતુ. જેમાં આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ અકબરઅલીની ધરપકડ કરાઇ છે. આરોપીએ હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમાં યુવતીના પરિવારને હિન્દુ ઓળખ આપી યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમજ ખોટા પુરાવા રજૂ કરી આરોપીએ SBIમાં પણ એકાઉન્ટ ખોલાવ્યું હતુ.
આરોપી પાંડેસરામાં હિન્દુ ઓળખ આપી રહેતો હતો
આરોપી પાંડેસરામાં હિન્દુ ઓળખ આપી રહેતો હતો. તથા પાંડેસરા વિસ્તારમાં ભાડાના મકાનમાં આરોપી રહેતો હતો. તથા પોલીસે આરોપીનું આધારકાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ જપ્ત કર્યો છે. તેમજ બોગસ આધારકાર્ડ કબજે કરી SOGએ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અગાઉ પણ બોગસ દસ્તાવેજનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)એ એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો, કારણ કે આરોપીઓએ હિન્દુ ઓળખ ધારણ કરીને બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે ભાડે મકાન લઈને હિન્દુ સોસાયટીમાં વસવાટ કર્યો હતો.
Surat: આ ઘટનાએ દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પર પણ સવાલો ઉભા કર્યા
સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી અનુપમ રેસિડેન્સીમાં રહેતા બે આરોપીઓ, સુલતાન ઉર્ફે સુનિલ મંડલ ઉર્ફે અબ્દુલ શેખ અને સ્મિતિ ઉર્ફે સ્વાતિ પટેલ ઉર્ફે ઈશિકાસિંહ તમાગની SOGએ ધરપકડ કરી હતી. આ બંનેએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને હિન્દુ ઓળખ ધારણ કરી હતી, જેથી તેઓ હિન્દુ વિસ્તારમાં રૂમ ભાડે મેળવી શકે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે હિન્દુ વિસ્તારોમાં રૂમ ભાડે મેળવવું આરોપીઓ માટે મુશ્કેલ હતું. આથી, તેમણે હિન્દુ નામો ધારણ કરીને બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા, જેથી તેઓ સરળતાથી રહી શકે. આ ઘટનાએ દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પર પણ સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: Gujarat: આગામી 29 થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન કરવામાં આવશે National Sports Day ની ઉજવણી


