Surat: કડોદરામાં પુષ્પા ફિલ્મ જેવી ઘટના, પોલીસચોકીમાં શખ્સોએ તોડફોડ કરી
- બુટલેગરની અટકાયત રોકવા ધસી આવ્યા ગુંડા તત્વો
- 15થી વધુના ટોળાએ પોલીસચોકીમાં જ મચાવ્યો આતંક
- પાસા હેઠળ ધરપકડ વોરંટ હેઠળ આરોપીને જેલ લાવ્યા હતા
Surat ના કડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં કડોદરામાં પોલીસચોકીમાં શખ્સોએ તોડફોડ કરી છે. બુટલેગરની અટકાયત રોકવા ગુંડા તત્વો ધસી આવ્યા હતા. 15થી વધુના ટોળાએ પોલીસચોકીમાં જ આતંક મચાવ્યો હતો. પાસા હેઠળ ધરપકડ વોરંટથી આરોપીને જેલ લાવ્યા હતા. ત્યારે 15થી વધુના ટોળાએ પોલીસચોકીમાં જ આતંક મચાવ્યો હતો.
બુટલેગર પરિવારની પોલીસ સામે દાદાગીરીની ઘટના સામે આવી
આરોપી ઓમને બચાવવા બુટલેગર ઈશ્વરના સાગરિતો દોડી આવ્યા હતા. જેમાં PSIની ચેમ્બરનો કાચ તોડી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પોલીસે મહિલા સહિત કેટલાક શખ્સોને ઝડપી પાડ્યા છે. તથા કડોદરા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે સુરતના કડોદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. સુરતમાં બુટલેગર પરિવારની પોલીસ સામે દાદાગીરીની ઘટના સામે આવી છે. લુખ્ખા તત્વોએ કડોદરા પોલીસ ચોકીમાં ઘૂસીને તોડફોડ કરી દીધી દીધી. 15 લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી. બુટલેગરને બચાવવા માટે 15થી વધુ શખ્સોના ટોળાએ પોલીસ ચોકીને નિશાન બનાવી હતી.
સુરતના કડોદરામાં અસામાજિક તત્વોનો આતંક
કડોદરામાં પોલીસચોકીમાં શખ્સોએ તોડફોડ કરી
બુટલેગરની અટકાયત રોકવા ધસી આવ્યા ગુંડા તત્વો
15થી વધુના ટોળાએ પોલીસચોકીમાં જ મચાવ્યો આતંક
પાસા હેઠળ ધરપકડ વોરંટ હેઠળ આરોપીને જેલ લાવ્યા હતા
15થી વધુના ટોળાએ પોલીસચોકીમાં જ મચાવ્યો આતંક
આરોપી ઓમને… pic.twitter.com/HyCISrmZFi— Gujarat First (@GujaratFirst) August 28, 2025
આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, આરોપી ઓમ વાસફોડીયાને પકડીને કડોદરા ચાર રસ્તા પોલીસ ચોકી લાવવામાં આવ્યો હતો. આરોપી ઓમને પાસા હેઠળ ધરપકડનો વોરન્ટ ઇશ્યુ થયો હતો. પાસાનો ગુનો નોંધાયેલા આરોપી ઓમને લઈ આવતા લિસ્ટેડ બુટલેગર ઇશ્વરના પરિવારજનો પોલીસ ચોકીમાં ધસી આવ્યા હતા.
બુટલેગરની અટકાયત રોકવા 15થી વધુના ટોળાએ પોલીસ ચોકીમાં ઘૂસીને તોડફોડ કરી
બુટલેગરની અટકાયત રોકવા 15થી વધુના ટોળાએ પોલીસ ચોકીમાં ઘૂસીને તોડફોડ કરી હતી. આ દરમિયાન બુટલેગરના પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટોળામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો સહિત મહિલાને પણ પકડી પાડી છે. હાલ આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Fake Police: 10 વર્ષ સુધી નકલી પોલીસ બની લોકોને મૂર્ખ બનાવતા આઝાદ સિંહની અસલી કહાની


