Surat : જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ વિથ હત્યા કેસમાં વધુ બે આરોપી બિહારમાંથી ઝડપાયા
- સચિન વિસ્તારમાં ફાયરિંગ વિથ હત્યા કેસમાં વધુ બે આરોપીની ધરપકડ (Surat)
- પોલીસે બિહારથી આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં કાઢ્યો વરઘોડો
- સચિન પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું
- શ્રીનાથજી જ્વેલર્સમાં આરોપીઓએ ફાયરિંગ વિથ હત્યા કરી હતી
Surat : સુરતનાં સચિન વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં લૂંટનાં ઇરાદે ઘૂસી ધોળા દિવસે ફાયરિંગ અને હત્યા કરી 4 આરોપીઓ દાગીનાથી ભરેલી બેગ લઈ ફરાર થયા હતા. જો કે, આ દરમિયાન 4 પૈકી એક આરોપીને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. આ કેસમાં પોલીસે વધુ બે આરોપીની બિહારમાંથી (Bihar) ધરપકડ કરી છે અને આજે પોલીસે આરોપીનો સરાજાહેર વરઘોડો કાઢી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરી છે અને હજું પણ એક આરોપી ફરાર છે.
આ પણ વાંચો - Surat : સરાજાહેર જ્વેલર્સની દુકાનમાં 'લૂંટ વીથ મર્ડર' કેસમાં ઝડપાયેલા આરોપીનો વરઘોડો કઢાયો!
સચિન વિસ્તારમાં ફાયરિંગ વિથ હત્યા કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
સુરતનાં (Surat) સચિન વિસ્તારમાં થોડા દિવસ પહેલા શ્રીનાથજી જ્વેલર્સ નામની (Shreenathji Jewelers) દુકાનમાં લૂંટનાં ઇરાદે 4 જેટલા બંદૂકધારી ઇસમો ઘૂસી આવ્યા હતા અને વેપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજે વિચારે તે પહેલા દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી. જો કે, વેપારી અને કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન, છાતીનાં ભાગે ગોળી વાગતા વેપારી આશિષ રાજપરાનું ઘટના્સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કર્મચારીના પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. આ ચકચારી કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - Banaskantha : દાંતામાં ST બસને નડ્યો અકસ્માત, અચાનક ગરમ થઈ, ઝાડી ઝાંખરામાં પલટી મારી!
અન્ય બે આરોપી બિહારમાંથી ઝડપાયા, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
ઘટના સમયે ફરાર થતાં 4 આરોપીઓ પૈકી 1 ને સ્થાનિક લોકોએ જ ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે (Surat Police) આરોપીની પૂછપરછ કરી અન્ય બે આરોપીઓની બિહારમાંથી ધરપકડ કરી છે. આજે બંને આરોપીઓનો પોલીસે સરાજાહેર વરઘોડો કાઢી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસ દ્વારા ડિજિટલ એવિડન્સ (Digital Evidence) પણ એકત્ર કરવામાં આવ્યા છે. અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ આદરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat ATS : ગુજરાત ATS ને મોટી સફળતા, AQIS મોડ્યુલ સાથે જોડાયેલા 4 આરોપી ઝડપાયા


