Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tapi : દુકાને વસ્તુ લેવી આવેલી 7 વર્ષીય બાળાને 60 વર્ષીય નરાધમ વૃદ્ધે પીંખી નાંખી!

આ મામલે પોલીસે (Tapi Police) 60 વર્ષીય આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી.
tapi   દુકાને વસ્તુ લેવી આવેલી 7 વર્ષીય બાળાને 60 વર્ષીય નરાધમ વૃદ્ધે પીંખી નાંખી
Advertisement
  1. Tapi માં નિઝર તાલુકાના વેલદા ગામે માનવતાને કલંકિત કરતી ઘટના બની!
  2. માત્ર 7 વર્ષની બાળકી સાથે 60 વર્ષીય નરાધમ વૃદ્ધે બળાત્કાર ગુજાર્યો
  3. સાત વર્ષની બાળા આરોપીની દુકાને કોઈ વસ્તુ લેવા માટે ગઇ હતી
  4. આરોપીએ પેપ્સીકોલા આપવાના બહાને ઘરમાં પહેલા માળે લઈ જઇ દુષ્કર્મ આચર્યું

તાપી જિલ્લામાંથી (Tapi) માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વેલદા ગામે 60 વર્ષીય વૃદ્ધે સભ્ય સમાજને કલંકિત કરતું કૃત્ય કર્યું છે. નરાધમ વૃદ્ધે માત્ર 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો હચમચાવે એવો બનાવ સામે આવ્યો છે. માસૂમ વૃદ્ધની દુકાને કોઈ વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે આરોપીએ બાળાને પેપ્સીકોલા આપવાનાં બહાને પોતાના ઘરમાં પહેલા માળે લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે (Tapi Police) 60 વર્ષીય આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો - Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ

Advertisement

બાળકી વૃદ્ધની દુકાને કોઈ વસ્તુ લેવા ગઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, તાપી જિલ્લાનાં વેલદા ગામે (Velda Village) રૂંવાડા ઊભા કરે એવી ઘટના સામે આવી છે. 60 વર્ષીય વૃદ્ધે માત્ર 7 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ મામલે, કાર્યવાહી કરી પોલીસે (Tapi Police) નરાધમ વૃદ્ધની ધરપકડ કરી પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સાત વર્ષની બાળા આરોપીની દુકાને કોઈ વસ્તુ લેવા માટે ગઇ હતી.

Advertisement

આ પણ વાંચો - Junagadh : કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત

પેપ્સીકોલા આપવાનાં બહાને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું!

દરમિયાન, 60 વર્ષનો હવસખોર બાળાને પેપ્સીકોલા આપવાનાં બહાને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ઘરનાં પહેલા માળે લઈ જઇ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે, પીડિતાનાં પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી 60 વર્ષીય વૃદ્ધને ઝડપી લીધો છે. પોલીસ પૂછપરછ અનુસાર, આરોપીની ઓળખ દશરથ પાડવી તરીકે થઈ છે.

આ પણ વાંચો - Rajkumar Jat Case : શિફૂજી શૌર્ય ભારદ્વાજ આવ્યા મેદાને, કહ્યું- ક્યાં સુધી બાહુબલી નેતાઓ..!

Tags :
Advertisement

.

×