Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sanand News: દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા, 39થી વધુ લોકોની અટકાયત

સાણંદમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા જેમાં 16 યુવકો અને 26 યુવતીઓ નશાની હાલતમાં ધરપકડ
sanand news  દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા  39થી વધુ લોકોની અટકાયત
Advertisement
  • પાર્ટી સમયે રિસોર્ટમાં હાજર હતા 100 લોકો
  • સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રેડ
  • રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની હતી બર્થ ડે પાર્ટી

Sanand News: સાણંદમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. જેમાં 16 યુવકો અને 26 યુવતીઓ નશાની હાલતમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાં દારૂ પીધેલી અવસ્થામાં 39થી વધુ લોકોની અટકાયત કરાઇ છે. પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતા. સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રેડ કરાઇ હતી. ઝડપાયેલા શખ્સોમાં 16 પુરુષ અને 26 મહિલાઓનો સમાવેશ થાય છે.

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી હતી

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી હતી. જેમાં બર્થ ડેમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસે કાર્યવાહી કરી છે. અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. મળતી જાણકારી સાણંદમાં આવેલા ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓની અટકાયત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા

SMCની માહિતીના આધારે સાણંદ પોલીસે મોટી દેવતી નજીક આવેલા રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં 16 યુવકો અને 26 યુવતીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ બર્થ- ડેની પાર્ટી આપી હતી. બર્થ-ડે નિમિતે યોજાયેલી ડીજે પાર્ટીના નામે શરાબની પાર્ટી યોજવામાં આવી હતી.

તમામને પોલીસે બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી

તમામને પોલીસે બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી. રિસોર્ટમાંથી અનેક મોંઘાદાટ વાહનો પણ જપ્ત કરાયા હતા. કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું. ધનવાન પરિવારના આ લોકોને સાણંદ પોલીસે દારૂબંધીનો ભાન કરાવ્યું હતું અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીમાં વિદેશી દારૂ, બિયર તેમજ હુક્કા સિગરેટ જેવા નશીલા સામાન પોલીસે કબજે કર્યો હતો અને મોંઘી ગાડીઓ જેવી કે બીએમડબલ્યુ, રેન્જ રોવર, થાર જેવી અનેક ગાડીઓ હતી જેમાં એક કાર પર યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું તે ગાડી પણ હાજર હતી.

આ પણ વાંચો: આ NRI એ રૂ.25 કરોડની Bugatti Chiron હાઇપર કાર ખરીદી, ખાસિયતો જાણી હોશ ઉડી જશે

Tags :
Advertisement

.

×