Anand : બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનાર આરોપીના નાટક સામે આવ્યા
- એક તરફ પ્રજામાં આરોપી માટે ભારોભાર આક્રોશ છે
- શું કાંઠા વિસ્તારમાં પોલીસ વ્યસન અને અંધશ્રદ્ધા પર રોક લગાવવામાં નિષ્ક્રિય છે?
- સોશિયલ મીડિયામાં અંકલાવ પોલીસના નાટકનો ભેદ ખોલતો વીડિયો વાયરલ
Anand : આણંદમાં બાળકીની હત્યાના આરોપીના નાટક સામે આવ્યા છે. જેમાં લોકપમાંથી સીધો ચાલતો બહાર આવેલા આરોપીને અંકલાવ PSI વાળાએ નાટક કરવા કહ્યું હતુ. તેમાં એકદમ બરાબર ચાલતાં આરોપીએ PSIના કહ્યા બાદ ચાલ બદલી હતી. 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનાર આરોપી PSIના કહ્યા બાદ નાટક કરતો દેખાયો છે.
એક તરફ પ્રજામાં આરોપી માટે ભારોભાર આક્રોશ છે
એક તરફ પ્રજામાં આરોપી માટે ભારોભાર આક્રોશ છે. બીજી તરફ પોલીસ આરોપી પાસે નાટક કરાવે છે તેવો વીડિયો સામે આવ્યો છે. જાહેરમાં લંગડાતો અજય લોકપ બહાર વ્યવસ્થિત ચાલતો નજરે પડ્યો છે. જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું દુષ્કર્મના આરોપી પાસે લંગડાવાનું પોલીસ કરાવી રહી છે નાટક? પ્રજા વચ્ચે સિંઘમ બનતા PSI વાળાએ આરોપીને એવું તો શું કહ્યું કે અચાનક તે લંગડાવા લાગ્યો! શુ અંકલાવ પોલીસ ખોટા નાટક કરાવી પ્રજાને ખોટો વિશ્વાસ અપાવવા માંગે છે?
આણંદમાં બાળકીની હત્યાના આરોપી પાસે નાટક કરાવતી પોલીસ!
પ્રથમ દ્રશ્યમાં આરોપી સીધી રીતે ચાલીને બહાર આવતો નજરે પડ્યો
આરોપીને બહાર લાવતા અંકલાવ PSIએ આરોપીને નાટક કરવા કહ્યું
એકદમ બરાબર ચાલતા આરોપીને PSIએ નાટક કરવા કહેતા ચાલ બદલી
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનારો… pic.twitter.com/UZQpImCFmT— Gujarat First (@GujaratFirst) September 4, 2025
Anand : શું કાંઠા વિસ્તારમાં પોલીસ વ્યસન અને અંધશ્રદ્ધા પર રોક લગાવવામાં નિષ્ક્રિય છે?
આરોપી અજયે પોલીસને 3 દિવસ સુધી ઉલ્લુ બનાવી નદી કિનારે ખોટી મહેનત કરાવતો રહ્યો! શું કાંઠા વિસ્તારમાં પોલીસ વ્યસન અને અંધશ્રદ્ધા પર રોક લગાવવામાં નિષ્ક્રિય છે? પોલીસે આરોપીને કાનમાં શું કહ્યું કે તે અચાનક લંગડાવા લાગ્યો? જેમાં સોશિયલ મીડિયામાં અંકલાવ પોલીસના નાટકનો ભેદ ખોલતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગુજરાત 1st વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.
જાણો શું હતો કેસ?
મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાની પાંચ વર્ષની બાળકી શનિવારે (30 ઓગસ્ટ) મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, ઘણા સમય બાદ પણ બાળકી ઘરે ન આવતા પરિવારે મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય મળી ન આવતા પરિવારે અંતે આંકલાવ પોલીસમાં જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પહેલા તાંત્રિક વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈને પોલીસને બાળકીના સંબંધી અજય પઢિયાર પર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં અજયે જણાવ્યું હતું કે, 'હું તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. જેમાં ભુવાએ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલિ આપવાનું કહ્યું હતું.' જોકે, બાદમાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યો હોવાની પણ કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: GST : દૂધથી લઈ પનીર અને રોટલી તથા દવાઓ સહિત વીમા પોલિસીમાં સરકારે આપી મોટી રાહત


