Vadodara: વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ બાળકો સુરક્ષિત: DCP પન્ના મોમાયા
- હરણી વિસ્તારમાં સિગ્નસ સ્કૂલને ઉડાવી દેવાની મળી ધમકી
- અજાણ્યા શખ્શે ઈ-મેઈલ પર ધમકી આપતા મચી દોડધામ
- ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા સ્કૂલમાંથી વિધાર્થીઓને છોડી દેવાયા
Vadodara: વડોદરામાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેમાં હરણી વિસ્તારમાં સિગ્નસ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્શે ઈ-મેઈલ પર ધમકી આપતા દોડધામ મચી છે. ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા સ્કૂલમાંથી વિધાર્થીઓને છોડી દેવાયા છે. 15 દિવસમાં ત્રીજી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
સ્કૂલ પર પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડની ટીમો દોડી આવી
સ્કૂલ પર પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડની ટીમો દોડી આવી છે. જેમાં પોલીસ તપાસમાં હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જેમાં વડોદરા ઝોન 4 DCP પન્ના મોમાયાનું સમગ્ર મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમાં DCP પન્ના મોમાયાએ જણાવ્યું છે કે આચાર્યને મેઈલની જાણ થતાં જ પોલીસ પહોંચી છે. RDX મૂકવામાં આવ્યો છે શાળામાં તેવો મેઈલ મળ્યો છે. તમામ બાળકો સુરક્ષિત ઘરે પહોંચી ગયા છે.
ધમકી પોલીસ તપાસમાં ખોટી સાબિત થઈ
ઉલ્લેખનીય છે કે 24 જૂન, 2025ના રોજ રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલના પ્રિન્સિપાલને એક અજાણ્યા ઈસમ તરફથી ઈ-મેલ મારફતે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો, જેમાં શાળામાં બોમ્બ મૂક્યો હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આ ઘટનાએ શાળા વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. ધમકીની જાણ થતાં જ શાળા દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અગાઉ પણ સમા વિસ્તારની નવરચના સ્કૂલને પણ આ પ્રકારે ધમકી મળી હતી, જે પોલીસ તપાસમાં ખોટી સાબિત થઈ હતી.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ


