VADODARA : બાપોદમાં રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું
- બાપોદમાં ગતરાત્રીએ મચેલા ધીંગાણાનો મામલો પોલીસ મથક પહોંચ્યો
- ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા પોલીસ મથક પહોંચતા દોડધામ
- મહિલાના આરોપોને પગલે ચકચાર
VADODARA : વડોદરા (VADODARA) ના બાપોદમાં ગતરાત્રે અગાઉની અદાવતે એક જ સમાજના બે જૂથ સામસામે આવી જતા ધીંગાણૂં સર્જાયું હતું. આ ઘટનામાં અનેકના માથા ફૂટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે ચાર વિરૂદ્ધ વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોહીલુહાણ હાલતમાં પોલીસ મથક પહોંંચી
શહેરના નાની બાપોદ વિસ્તારમાં આવેલા વિજયનગર માળી મહોલ્લામાં ગત સાંજે માળી સમાજના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં મામલો થાંત પડ્યો હતો. તે બાદ રાત્રીના સમયે ફરી બે જૂથ સામસામે આવ્યા હતા. જેમાં એકબીજાને પથ્થર અને દંડા વડે માર મારવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક મહિલાને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં પોલીસ મથક પહોંંચી હતી. મહિલાનો આરોપ હતો કે, તેણે 100 નંબર પર ફોન કર્યો છતાં પોલીસની કોઇ મદદ મળી શકી ન્હતી.
અહિંયાથી નીકળતી બહેન-દિકરીઓને પરેશાન કરે છે
સ્થાનિકોનો આરોપ છે કે, વિજય નગર માળી મહોલ્લામાં આવેલા મંદિરપ પાસે કેટલાક આવારા તત્વો બેસી રહે છે. તેઓ અહિંયાથી નીકળતી બહેન-દિકરીઓને પરેશાન કરે છે. જે સંદર્ભે આ ઝઘડો થયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ અંગે પોલીસમાં જાણ કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
ચાર સામે ફરિયાદ
આખરે આ મામલે કૌશિક માળી, મહેશ માળી, રાજેશ માળી અને નારાયણ માળી (તમામ રહે. નાની બાપોદ ગામ, વિજય નગર માળી મહોલ્લા, વાઘોડિયા રોડ, વડોદરા) વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : લાપતા યુવકનો મૃતદેહ કાલોલથી મળ્યો, ધંધામાં હરિફાઇની આશંકા


