VADODARA : બિનવારસી ટ્રકમાંથી 270 કિલો ગાંજો જપ્ત કરતી પોલીસ
VADODARA : વડોદરાના હરણી પોલીસ મથક (HARNI POLICE STATION - VADODARA) ની હદમાં બિનવારસી ટ્રકમાંથી 270 કિલો ગાંજાનો જથ્થો (MARIJUANA IN TRUCK - VADODARA) જપ્ત કરવામાં સફળતા મળી છે. આ મામલે હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી. જે બાદ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રૂટ પર એક શંકાસ્પદ ટ્રક મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા ચોરખાનું મળી આવ્યું હતું. ચોરખાનામાં જોતા 270 કિલો ગાંજો પેક કરેલો મળી આવ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ મથકમાં એનડીપીએસની ફરિયાદ દાખલ કરી ટ્રક ચાલકની શોધખોળ તેજ કરવામાં આવી છે.
ઝીણવટભરી તપાસમાં ચોરખાનું હાથ લાગ્યું
હરણી વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત સક્રિય હોય છે. તાજેતરમાં હરણી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવીને રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ પર જઇને જોતા એક શંકાસ્પદ ટ્રક મળી આવ્યો હતો. આ ટ્રકમાં તપાસ કરતા તેના ચાલકની કોઇ ભાળ મળી ન્હતી. બાદમાં તેમાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ કંઇ મળ્યું ન્હતું. બાદમાં ઝીણવટભરી તપાસમાં ચોરખાનું હાથ લાગ્યું હતું.
કુલ રૂ. 35.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
જે બાદ ચોરખાનામાં તપાસ કરતા તેમાંથી 270 કિલો ગાંજો પેક કરેલો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 27 લાખ આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાની સાથે ટ્રક પણ જપ્ત કર્યો છે. આ કુલ રૂ. 35.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને આ મામલે હરણી પોલીસ મથકમાં ચાલક તથા તપાસમાં મળી આવે તેમના વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી ગાંજા પકડવાની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : NCD ની મેગા ડ્રાઇવમાં હાઇપરટેન્શન અને ડાયાબીટીસના 20 હજાર કેસ મળ્યા


