Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિતની સર્જરી કરાશે

VADODARA : મોંઢાના ભાગે ફ્રેક્ચર હોવાથી સર્જરી કરવી પડે તેવો અભિપ્રાય સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના તબિબો દ્વારા આપવામાં આવ્યો
vadodara   હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિતની સર્જરી કરાશે
Advertisement

VADODARA : વડોદરામાં હોલિકા દહનની રાત્રે કારેલીબાગમાં રક્ષિતકાંડ સર્જાયો હતો. પુર ઝડપે કાર હાંકતા રક્ષિત ચૌરસિયાએ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં રક્ષિત ચૌરસિયા હાલ જેલમાં છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, રક્ષિત ચૌરસિયાની મોંઢાના ભાગે ફ્રેક્ચર હોવાથી તેની સર્જરી કરવી પડે તેવો અભિપ્રાય સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના તબિબો દ્વારા આપવામાં આવ્યો હતો. જેને પગલે ટુંક સમયમાં તેની એસએસજી હોસ્પિટલમાં સર્જરી હાથ ધરવામાં આવનાર છે. આ ઘટના અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ દ્વારા ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા હતા. ઓપરેશન અંગેની વાતને લઇને કોઇ ચોક્કસ ફોડ પાડવામાં આવ્યો ન્હતો. (HIT AND RUN CASE ACCUSED RAKSHIT CHAURASIYA TO GO UNDER SURGERTY AT SSG HOSPITAL - VADODARA)

ઘટના બાદથી સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે

હિટ એન્ડ રનની ઘટનાના આરોપી રક્ષિતની ઘટના બાદ લોકોએ ધૂલાઇ કરી હતી. જેથી તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદથી રક્ષિત ચૌરસિયાની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તાજેતરમાં તેને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને મોંઢાના ભાગે ફ્રેક્ચર થયો હોવાનો અભિપ્રાય નિષ્ણાંત તબિબો દ્વારા આપવામાં આવ્યો હતો. અને તેનું ઓપરેશન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેથી ટુંક સમયમાં રક્ષિતની સર્જરી હાથ ધરવામાં આવે તેવું હોસ્પિટલ સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

Advertisement

જે કોઇ સારવારની જરૂરત છે, તે અમે ચોક્કસ પુરૂ પાડીશું

એસએસજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચૌરસિયાની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તેને તપાસ અર્થે લાવવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલના સર્જરી વિભાગના નિષ્ણાંત તબિબો દ્વારા તપાસવામાં આવ્યો હતો. તેને જે કોઇ સારવારની જરૂરત છે, તે અમે ચોક્કસ પુરૂ પાડીશું. તેનું ઓપરેશન કરવાનું હોય તો પણ કરાશે. કઇ સર્જરી અને ક્યારે કરવાની છે, તેના પર બધો આધાર રાખે છે. આમ, તેમણે આ અંગે કોઇ ચોક્કસ ફોડ પાડ્યો ન્હતો. અને ગોળ ગોળ જવાબો આપ્યા હતા.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : 'રક્ષિતકાંડ'માં આરોપીનું ડાઇવીંગ લાયસન્સ રદ થવાની તૈયારી

Tags :
Advertisement

.

×