VADODARA : રફ્તારના રાક્ષસ રક્ષિતની કારની હાઇ સ્પીડમાં હોવાનો ઘટસ્ફોટ
VADODARA : વડોદરામાં હોલિકા દહનની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં રફ્તારના રાક્ષસ રક્ષિત ચૌરસિયાએ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં કારની સ્પીડ 138 કિમી/કલાક હોવાનો સ્ફોટક ખુલાસો થવા પામ્યો છે. આ સ્પીડ કાર સાથે કનેક્ટેડ મોબાઇલ એપ્લીકેશનમાં રેકોર્ડ થઇ હોવાનું સપાટી પર આવ્યું છે. કારના માલિક પ્રાંશુના મોબાઇલની એપ્લીકેશન સાથે કારની સિસ્ટમ કનેક્ટેડ હતી. જો કે, હજી સુધી કાર કંપની તરફથી સત્તાવાર કોઇ ડેટા આપવામાં નહીં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (HIT AND RUN CASE CAR SPEED NOTED 138 KM/H IN MOBILE APPLICATION - VADODARA)
- વડોદરામાં રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં મોટો ખુલાસો
- આરોપી રક્ષિત જે કાર ચલાવતો તેના ડેટા મળ્યા
- અકસ્માત સમયે કાર 130ની ઝડપે ચાલતી હોવાનો થયો ખુલાસો
- પોલીસે મોકલેલા ડેટાનો ફોક્સવેગન કંપનીએ આપ્યો રિપોર્ટ
- ઘટના સમયે રક્ષિતે કારની બ્રેક મારી જ નહોતી!
- ઓટો બ્રેકના કારણે કાર… pic.twitter.com/BictH1Ol0u— Gujarat First (@GujaratFirst) March 28, 2025
MY VW કનેક્ટ એપ્લીકેશનમાં રજીસ્ટર્ડ થયેલા ડેટા જોતા માહિતી સામે આવી
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બાદ લોકોએ આરોપી રક્ષિત ચૌરસિયાને દબોચી લીધો હતો. ત્યાર બાદ તેણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કાર ધીમે ચાલતી હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. જો કે, પોતે બચવા માટે કરેલા જુઠ્ઠાણાનો હવે પર્દાફાશ થયો છે. રક્ષિત ચોરસિયાએ રફ્તારના રાક્ષસ બનીને જે કાર વડે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, તેની સ્પીડ 138 કિમી/કલાક હોવાનું સામે આવ્યું છે. રક્ષિતે અકસ્માત સર્જેલી કાર તેના મિત્ર પ્રાંશુની હતી. આ કારની સિસ્ટમ પ્રાંશુના મોબાઇલમાં એપ્લીકેશન વડે જોડાયેલી હતી. પોલીસ દ્વારા MY VW કનેક્ટ એપ્લીકેશનમાં રજીસ્ટર્ડ થયેલા ડેટા જોતા આ સ્ફોટક માહિતી સામે આવી છે. અને તેણે બ્રેક મારી ન્હતી, અકસ્માત બાદ કારને ઓટો બ્રેક લાગી ગઇ હતી.
ઓપરેશનનો ખર્ચ રક્ષિત પાસેથી વસુલ કરવા રજુઆત
રક્ષિત ચૌરસિયાએ કરેલા કાર અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 લોકોને ઇજા થતા તેમને સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. આ ઘટનામાં લોકોએ રક્ષિતને પકડીને મેથીપાક ચખાડતા જેના જડબામાં ફ્રેક્ચર થયું હતું. જેલમાં હવા ખાતા રક્ષિતે દુખાવાની ફરિયાદ કરતા તેને એસએસજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં લાવીને ડોક્ટરોએ તેની તપાસ કરી હતી. જે બાદ તેનું માઇનોર ઓપરેશન કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેની સરકારી હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી હતી. આ ઘટનામાં દિપક પાલકર નામના સામાજીક કાર્યકરે ઓપરેશનનો ખર્ચ રક્ષિત પાસેથી વસુલ કરવા માટેની રજુઆત હોસ્પિટલ સંચાલકોને કરી હતી.
આ પણ વાંચો --- Ahmedabad Police : પોલીસકર્મી, હોમગાર્ડ અને ડ્રાઇવરના મૃતદેહ અમદાવાદ લવાયા, શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર


