VADODARA : ચકચારી રક્ષિતકાંડમાં કારનો ડેટા જર્મની મોકલાયો
VADODARA : વડોદરામાં હોલીકા દહનની રાત્રે કારેલીબાગમાં રક્ષિતકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અને અન્ય 7 લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ ઘટનામાં કારને અભિપ્રાય અર્થે આરટીઓ કચેરી લઇ જવામાં આવી હતી. જ્યાં કારની હાલત જોઇને અધિકારીઓ કોઇ અભિપ્રાય આપી શક્યા ન્હતા. આખરે આ કારનો ડેટા મેળવવા માટે પોલીસે કાર બનાવતી કંપનીની મદદ લીધી હતી. તાજેતરમાં કંપનીના ત્રણ સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા. જેમણે ડેટા એકત્ર કરીને જર્મની મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. (VADODARA HIT AND RUN CASE CAR DATA SENT TO GERMANY)
- વડોદરાના કારેલીબાગ રક્ષિતકાંડમાં પોલીસની તપાસ તેજ
- રક્ષિત ચલાવતો હતો તે કારના ડેટા મેળવવા કાર્યવાહી
- ડેટા મેળવવા પોલીસે વોક્સ વેગન કંપનીની લીધી મદદ
- કંપનીના પુણેથી ત્રણ સેફ્ટી ઑફિસર વડોદરા આવ્યાં
- ડેટા રિકવર કરી એનાલિસિસ કરાશે, કારનો ડેટા જર્મની
મોકલાયો
- અકસ્માત સમયની… pic.twitter.com/0iZpiLdAQJ— Gujarat First (@GujaratFirst) March 21, 2025
મેન્યુફેક્ચરીંગ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો
વડોદરાના ચકચારી રક્ષિત કાંડમાં પોલીસ તપાસ દિવસેને દિવસે તેજ બની રહી છે. અકસ્માત બાદ અભિપ્રાય મેળવવા માટે આરટીઓ ખાતે કાર લઇ જવામાં આવી હતી. પરંતુ તેના એન્જિનના ભાગે મોટું નુકશાન થયું હોવાના કારણે આરટીઓ અધિકારીઓ કોઇ અભિપ્રાય આપી શક્યા ન્હોતા. જે બાદ પોલીસ દ્વારા કારના ડેટા મેળવવા માટે કારની મેન્યુફેક્ચરીંગ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ પૂણેથી કંપનીના ત્રણ સેફ્ટી ઓફિસર વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. અને તેમણે ડેટા રિકવર કરીને તેને જર્મની મોકલી આપ્યો હતો.
અનેક સવાલોના જવાબો પોલીસને મળે તેવી આશા
આ કાર રક્ષિત ચલાવતો હતો તે બાબત સ્પષ્ટ છે. કારના ડેટાના એનાલિસિસ બાદ અકસ્માતના સમયે કારની સ્પીડ, એર બેગ ક્યારે ખુલી તે સહિતના અનેક સવાલોના જવાબો પોલીસને મળે તેવી આશા છે. આ ડેટા કેસની મજબુતાઇ માટે મહત્વના પુરાવા સાબિત થઇ શકે છે. હવે કંપની તરફથી શું જવાબ આપે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
- વડોદરાના કારેલીબાગના હિટ એન્ડ રન મુદ્દે મોટા સમાચાર
- આરોપી રક્ષિત ચોરસિયાને મકાન ભાડે આપનારની અટકાયત
- મકાન ભાડે આપનાર મકાન માલિકની અટકાયત
- મકાન ભાડે આપ્યું તે અંગેની જાણ પોલીસને નહોતી કરી
- નિયમ મુજબ, મકાન ભાડે આપો તો સ્થાનિક પોલીસને કરવી પડે
જાણ
- ગાયત્રી એપાર્ટમેન્ટના… pic.twitter.com/QjbNBLJsHl— Gujarat First (@GujaratFirst) March 21, 2025
ભાડા કરાર વગર રક્ષિતને ફ્લેટ નં - 303 આપી દીધો હતો
બીજી તરફ હિટ એન્ડ રન કેસનો આરોપી રક્ષિત ચૌરસિયા ગાયત્રી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો હતો. ત્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મકાન માલિકે કોઇ પણ પ્રકારના ભાડા કરાર વગર રક્ષિતને ફ્લેટ નં - 303 આપી દીધો હતો. જેથી પોલીસે મકાન માલિક સામે અટકાયતી પગલાં લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ભાડા કરારના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : પૂર નિવારણના પગલાં ભરવામાં સિંચાઇ વિભાગની ગંભીર લાલિયાવાડી


