Vadodara : ગામના યુવક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ પત્નીની ક્રૂર હત્યા કરી!
- વડોદરા જિલ્લાનાં ડભોઇનાં ગોજાલી ગામમાં હચમચાવે એવી ઘટના બની (Vadodara)
- પત્નીનાં ગામનાં યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી પત્નીએ ક્રૂર હત્યા કરી!
- હત્યારા પતિએ પત્નીને ચાર દિવસ સુધી ગોંધી રાખી મારકૂટ કરી હોવાનો આરોપ
- પોલીસે આરોપી હત્યારા પતિની ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી
વડોદરા જિલ્લાનાં (Vadodara) ડભોઇનાં ગોજાલી ગામમાં માનવતાને શર્માવે એવી એક કલંકિત ઘટના સામે આવી છે. જ્યાં શંકાએ સંબંધોની હત્યા કરી નાખી. પત્ની પર બેરહેમીથી હુમલો કરી અમાનુષી રીતે ચાર દિવસ સુધી તડપાવીને પતિએ પત્નીનો જીવ લઈ લીધો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી હત્યા પતિની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - VADODARA : AAP MLA ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ અર્થે SSG હોસ્પિટલ લવાયા
ગામનાં યુવાન સાથે પત્નીનાં આડાસંબંધોની શંકાએ જીવ લીધો
વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાના (Dabhoi) ગોજાલી ગામના નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે ઝીણાભાઈ વસાવાએ પોતાની પત્ની રાધાબેન પર શંકા રાખી ક્રૂરતા સાથે મોતને ઘાટ ઉતારી હતી. રાધાબેન પર ગામનાં જ રાજુ નામના યુવાન સાથે આડા સંબંધો હોવાની શંકા પતિને હતી અને એ શંકાએ ઘરનાં શાંતિપૂર્ણ વાતાવરણને ભય અને આતંકમાં ફેરવી નાખ્યું હતું.
આ પણ વાંચો - Bharuch : મોડી રાતથી મેહુલિયાની ધમાકેદાર બેટિંગ, તંત્રની પ્રિ-માનસૂન કામગીરીની પોલ ખુલી
પત્નીને ચાર દિવસ સુધી ગોંધી રાખી મારકૂટ કરી હોવાનો આરોપ
હત્યારા પતિ પ્રકાશે દયામાયા છોડીને સતત ચાર દિવસ સુધી રાધાબેન પર મારકૂટ ચાલુ રાખી. દર્દથી ચીસો પાડતી, જીવ માટે તડપતી રાધાબેનને અંતે મોતને વશ કરવી પડી હતી. પરંતુ, પતિએ ન તો સારવારની માનવિયતા રાખી, ન તો પતિ તરીકે પોતાની પત્નીનું રક્ષણ કર્યુ. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Vadodara Police) તંત્રનાં ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કબ્જામાં લઈને પીએમ માટે ડભોઇ હોસ્પિટલ ખસેડી ફરાર હત્યારા પતિ પ્રકાશ વસાવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. સંબંધોમાંથી વિશ્વાસ તૂટે ત્યારે કેવી રીતે સંસાર તોડખડ બની શકે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. સમાજ માટે કલંકરૂપ બનેલી આ ઘટના પૂછે છે કે, આજના સમયમાં શંકા, અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો વિસ્ફોટ ક્યાં સુધી મહિલાઓનાં જીવ લેશે…?
અહેવાલ : પિન્ટુ પટેલ, વડોદરા
આ પણ વાંચો - Valsad : કોંગ્રેસમાં મોટું ગાબડું! આ નેતાએ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું


